GSTV
World

Cases
7066882
Active
12271724
Recoverd
735674
Death
INDIA

Cases
639929
Active
1583489
Recoverd
45257
Death

આ મહિલા સાથે કેજરીવાલની તસવીરથી મચી ગઈ છે ધમાલ, જાણો મામલો

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની એક મહિલા સાથેની તસવીરના કારણે રાજકીય જગતમાં ખળભળાટ મચી ગયો છે. જેના કારણે દિલ્હીના રાજકારણમાં એક નવો વળાંક આવ્યો છે. તેમની આ તસવીર ચર્ચામાં હોવા પાછળનું કારણ તસવીરમાની સ્ત્રી છે. જેનું નામ છે પ્રભા મુન્ની, અને તે માનવ તસ્કરીના આરોપમાં છેલ્લા કેટલાય સમયથી ફરાર હતી. વાયરલ થયેલી આ તસવીરમાં કેજરીવાલ પ્રભા મુન્નીની સાથે બેઠા છે.

પ્રભા મુન્નીની જ્યારે દિલ્હીના પંજાબી બાગમાંથી ધરપકડ કરવામાં આવી તેના એક દિવસ બાદ આ તસવીર વાયરલ થઇ હતી. છેલ્લા 5 વર્ષથી નાસતી ભાગતી મુન્ની 25 તારીખે પોલીસના સકંજામાં આવી હતી. પ્રભા મુન્ની પર આરોપ હતો કે તે એનજીઓને આડે પ્લેસમેન્ટ એજન્સી ચલાવવાનો ગોરખધંધો કરી રહી છે.

આ એજન્સીના સ્ત્રોતથી આ મુન્ની યુવતીઓને નોકરીઓની લાલચ આપી રહી હતી. જ્યારે યુવતીઓ નોકરીના લોભમાં દિલ્હી પહોંચી જતી પછી તે મુન્નીના હાથે માનવતસ્કરીની શિકાર બનતી હતી.

મુન્ની સામે માત્ર દિલ્હી નહી ઝારખંડમાં પણ અઢળક કેસ લગાવવામાં આવેલા છે. ત્યાં સુધી કે ઝારખંડ પોલીસે તેના પર 25000નું ઇનામ ઘોષિત કરી દીધું હતું. પોલીસ સુત્રોનું માનવામાં આવે તો, પ્રભા દ્રારા જેટલી પણ છોકરીઓને માનવ તસ્કરીમાં ધકેલી છે તે તમામ યુવતીઓ 2013ની સાલથી ગાયબ છે. હાલ તો મુન્ની ઝારખંડ પોલીસના કબ્જા હેઠળ છે. પરંતુ કેજરીવાલ સાથેની તેની આ તસવીર જોઇ હવે કેજરીવાલ ભાજપ અને કોંગ્રસના નિશાને આવી ગયા છે.

Related posts

પહેલી પત્ની જીવીત હોવા છતા તેનું બનાવટી ડેથ સર્ટિફિકેટ બનાવી કર્યા બીજા લગ્ન, આ રીતે ભાંડો ફુટ્યો

Nilesh Jethva

એક્ટિવાનો આગળનો ભાગ ખોલ્યો તો ત્યાં ફેણ લગાવીને બેઠો હતો સાપ, લોકોએ કર્યાં નમન

Mansi Patel

વિશ્વમાં સૌથી વધુ સંક્રમણના નવા કેસોમાં ભારત છે સૌથી આગળ, 26 દિવસમાં 13 લાખ વધ્યા નવા કેસ

Karan
Do NOT follow this link or you will be banned from the site!