GSTV
India News Trending

કેજરીવાલે ઓફર કરી મોદી સરકારને ફોર્મ્યુલા : જાણો કેવી રીતે દરેક ગરીબ બનશે ધનવાન

કેજરીવાલ

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે, તે દરેક ગરીબને ધનવાન બનાવવા માંગે છે. સારા શિક્ષણ દ્વારા દેશના 17 કરોડ પરિવારોને ધનવાન બનાવી શકાય છે. આ માટે અરવિંદ કેજરીવાલ મોદી સરકાર સાથે કામ કરવા માટે પણ તૈયાર છે. તેમણે કેન્દ્ર સરકારને ઓફર આપતા કહ્યું હતું કે, તેમની સેવા લેવામાં આવે. અરવિંદ કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, ‘હું દરેક ગરીબને ધનવાન બનાવવા માંગુ છું. મને ધનવાનોથી કોઈ વાંધો નથી.

કેજરીવાલ

ગરીબ માણસ ધનવાન કેવી રીતે બનશે? તમે વિચારો કે એક ગરીબ ખેડૂત છે, મજૂર છે. તે પોતાના બાળકને સરકારી સ્કૂલમાં મોકલે છે. સરકારી સ્કૂલોની હાલત ખૂબ જ ખરાબ છે. તે બાળક ભણશે નહીં તો તે પણ મોટો થઈને નાનું-મોટું કામ જ કરશે, તે ગરીબ જ રહેશે. ધારો કે આપણે શાળા ખૂબ જ સારી કરી નાંખીએ તો એક ગરીબનુ બાળક સારૂ ભણીને ડોક્ટર અથવા એન્જિનિયર બનશે અને પોતાના પરિવારની ગરીબી દૂર કરશે. તેનો પરિવાર પણ ધનવાન બની જશે.’

દિલ્હીના મુખ્યમંત્રીએ કહ્યું કે, દિલ્હીની જેમ આખા દેશની શાળાઓ સારી થઈ જશે તો બધાની ગરીબી દૂર થઈ શકે છે. દેશમાં 17 કરોડ બાળકો સરકારી શાળાઓમાં ભણે છે, કેટલીક શાળાઓને બાદ કરતા સ્થિતિ ખૂબ જ ખરાબ છે. આ બાળકોનું ભવિષ્ય અંધકારમાં છે. તેમના માતા-પિતા પાસે પૈસા ન હોવાના લીધે તેમને સરકારી શાળાઓમાં મોકલે છે. જો આપણે આ શાળાઓને દિલ્હીની જેવી બનાવીને આ બાળકોને સારૂ શિક્ષણ આપીએ તો તેઓ ડોક્ટર, એન્જિનિયર વકીલ બની જશે તો એક એક બાળક પોતાના પરિવારને ધનવાન બનાવી દેશે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય સમાચાર.

READ ALSO

Related posts

મંત્રણામાં યુદ્ધનો વિરોધ પરંતુ ભારત વ્લાદિમીર પુતિનને આપી રહ્યું છે સમર્થન, અમેરિકન મીડિયાએ તેલ રેડાતાં કાઢ્યો આ બળાપો

HARSHAD PATEL

માનવોને લઈને ઉડનાર ડ્રોન સંપૂર્ણપણે તૈયાર, ટૂંક સમયમાં ભારતીય નૌકાદળમાં થશે સામેલ

Hemal Vegda

તેલમાં ફ્રાય કર્યા વિના કૂકરમાં જ આ રીતે બનાવો ખસ્તા સમોસા, બનાવવામાં સરળ

Hemal Vegda
GSTV