GSTV

જેને જીત અપાવી તેમની સાથે જ સરકાર ચલાવશે કેજરીવાલ ? કેવું હશે આપનું નવું મંત્રીમંડળ !

16 ફેબ્રુઆરીએ દિલ્હીના રામલીલા મેદાનમાં અરવિંદ કેજરીવાલ નવી સરકારના શપથ લેશે. તાજેતરમાં પ્રાપ્ત વિગતો મુજબ જોઈએ તો, કેજરીવાલ પોતાની ટીમમાં કોઈ ફેરફાર કરવા માગતા નથી. અરવિંદ કેજરવાલ નવી સરકારમાં જૂના મંત્રીઓને ફરી એક વાર મોકો આપશે. ત્યારે આવા સમયે કેજરીવાલ સરકાર જૂના સાતેય મંત્રીઓ શપથ લેશે. અરવિંદ કેજરીવાલનું માનવું છે કે, જે સરકારના કામથી અમે ફરી એક વાર સત્તામાં આવ્યા છીએ, તેને ફરી વાર પણ કામ કરવાનો અવસર મળવો જોઈએ.

સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ જોઈએ તો, કેજરીવાલ મંત્રીમંડળમાં મનીશ સિસોદીયા, સતેંન્દ્ર જૈન, ગોપાલ રાય, કૈલાશ ગેહલોત, ઈમરાન હુસૈન અને રાજેન્દ્ર પાલનો પણ સમાવશે થાય છે. આ મંત્રીઓના વિભાગ બાદમાં વહેંચવામાં આવશે.

જો કે, કેજરીવાલ કેબિનેટમાં ડેપ્યુટી સીએમ મનીષ સિસોદીયા અને હેલ્થ મિનિસ્ટર સત્યેન્દ્ર જૈનની એન્ટ્રી તો ફિક્સ છે. તો બીજી બાજુ આ વખતે કેબિનેટમાંથી અમુકના પત્તા કપાઈ તેવું પણ માનવામાં આવી રહ્યું છે. રાજેન્દ્ર નગરથી જીતેલા રાઘવ ચઢ્ઢા અને કાલકાજીથી જીતેલા આતિશીને કેજરીવાલ મંત્રીમંડળમાં મોકો મળી શકે છે. જણાવી દઈએ કે, આ બંને ચહેરા આપના ટોપ લિસ્ટમાં આવે છે.

READ ALSO

Related posts

મિત્રની યાદમાં 18 જેટલા સેવાભાવી યુવાનો 7 વર્ષથી ફ્રીમાં આપી રહ્યા છે કૃત્રિમ ઓક્સિજનની સેવા

Nilesh Jethva

ગિલગિત-બાલ્ટિસ્તાનમાં પાકિસ્તાન કરાવી રહ્યું છે ચૂંટણી, ભારતે કર્યો વિરોધ

Mansi Patel

પરેશ ધાનાણી અને પ્રભારી રાજીવ સાતવ ભરતસિંહ સોલંકીને મળવા પહોંચ્યા હોસ્પિટલ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!