GSTV

દિલ્હી સરકારની આ પોલીસીમાં મળશે સૌથી વધારે ઈન્સેન્ટિવ, ટુ-વ્હીલર અને કાર પર મળશે આટલી સબ્સિડી

દિલ્હી સરકારની ઈલેક્ટ્રીક વ્હીકલ પોલિસીમાં સૌથી વધારે ઈન્સેન્ટિવ પર જોર આપવામાં આવ્યુ છે. જો પણ દ્વિચક્રી અથવા ત્રણ પૈડાવાળું ઈલેક્ટ્રીક વાહન છે. તેમના માટે 30 હજાર રૂપિયાનું ઈન્સેન્ટિવ આપવામાં આવશે. આ પ્રકારે ઘણા ગ્રાહક જો ચાર પૈંડાવાળુ ખરીદે છે તો, તેમને 1.5 લાખ રૂપિયા સુધીની સબ્સિડી આપવામાં આવશે.

ઈવી સેલ સ્થાપિત કરવામાં આવશે

સીએમ કેજરીવાલે આશા દર્શાવી છે કેસ 5 વર્ષમાં 5 લાખ નવી ગાડીઓનું રજિસ્ટ્રેશન હશે. ઈલેક્ટ્રીક વાહન નીતિને લાગુ કરવા માટે એક ઈવી સેલ સ્થાપિત કરવામાં આવશે. આ પોલિસીમાં રજિસ્ટ્રેશન ચાર્જ પણ માફ કરી દેવામાં આવશે અને સાથે જ રોડ ટેક્સમાં પણ છૂટ મળશે.

ગાડી માટે ચાર્જિંગ સરળ થઈ જશે

દિલ્હીમાં 1 વર્ષની અંદર 200 ચાર્જિંગ સ્ટેશન બનાવવામાં આવશે. સાથે જ 3 કિલોમીટરમાં એક ચાર્જિંગ સ્ટેશન હશે. જેથી તમારી ગાડી માટે ચાર્જિંગ સરળ થઈ જશે. તે સાથે જ એક સ્ટેટ ઈલેક્ટ્રિકલ વ્હીકલ બોર્ડે બનાવવામાં આવશે જેના અધ્યક્ષ રાજ્યના ટ્રાંસપોર્ટ મિનિસ્ટર હશે અને એક સમર્પિત ઈવીસેલ બનાવવામાં આવશે તો પૂર્ણ નીતિને લાગુ કરવામાં સહાયક હશે.

ઈન્સેન્ટિવ અલગ-અલગ હશે

તેમાં સ્ક્રેપ પોલિસીને પણ સામેલ કરવામાં આવશે. જો તમે કોઈ જૂની ગાડી આપીને નવી ઈલેક્ટ્રીક ગાડી ખરીદો છો તો, તમને તેનો પણ આર્થિક ફાયદો મળશે. દરેક ગાડી પર ઈન્સેન્ટિવ અલગ-અલગ હશે. દિલ્હીમાં ઈલેક્ટ્રીક ઓટો માટે ઓપન પરમિટ સિસ્ટમ ઝીરો એમિશનને ઓછી કરવામાં મદદગાર હશે. જેથી ગ્રીન મોબિલિટી માટ શ્રેષ્ઠ પગલુ હશે. આ પ્રકારની પોલિસીથી ભારતનો હેતુ તેલ આયાત બિલને ઓછુ કરવાનો છે અને સાથે જ વાયુ પ્રદૂષણને ઓછું કરવાનો છે.

READ ALSO

Related posts

RSSના આર્થિક સંગઠનની મોદી સરકારને સલાહ, MSPની નવી ગેરેન્ટી વાળું બિલ લાવો

Pravin Makwana

અનલોક 5માં 500 લોકોને પ્રસંગમાં હાજર રહેવા છૂટ આપવાની માગ

Nilesh Jethva

સારા રસ્તા માટે અમદાવાદીઓએ હજુ જોવી પડશે નવરાત્રિ સુધી રાહ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!