GSTV

દિલ્હી હિંસામાં હવે કેજરીવાલની આપ ભરાઈ, એવો ખુલાસો થયો છે કે જવાબ આપવો પડશે ભારે

દિલ્હીની હિંસામાં જે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે, તેમાં ઈન્ટીલેજન્સ બ્યૂરો (આઈબી)નાં કર્મચારી અંકિત શર્મા પણ શામિલ છે. અંકિત શર્માના પરિવારજનો એ પોતાના પુત્રની મોત માટે આમ આદમી પાર્ટીનાં કાઉન્સિલર હાજી તાહિર હુસેન પર ગંભીર આરોપ લગાવવામાં આવ્યા છે. હિંસા વચ્ચે ગુરુવારે ખાનગી ચેનલ તેમનાં ઘર પર પહોંચી હતી અને ત્યાંના ધાબા પર જે માહોલ જોવા મળ્યો તે હેરાન કરવાવાળો હતો.

તાહિર હુસૈનનાં મકાનના ધાબા પરથી પેટ્રોલ બોમ્બનો જથ્થો તેમજ પથ્થરોનો ઢગલો મળ્યો હોવાનો દાવો

ત્યારે દિલ્હીનાં શાસક પક્ષ આપના એક કોર્પોરેટર તાહિર હુસૈનનાં મકાનના ધાબા પરથી પેટ્રોલ બોમ્બનો જથ્થો તેમજ પથ્થરોનો ઢગલો મળ્યો હોવાનો દાવો એક ખાનગી ચેનલે કર્યો હતો. આ ચેનલે એવો પણ દાવો પણ કર્યો હતો કે ઈન્ટેલિજન્સ બ્યુરોનાં કર્મચારી અંકિત શર્માની હત્યામાં પણ તાહિર હુસૈનના ટેકેદારો સંડોવાયા હોઈ શકે છે. અંકિત શર્મા પર તાહિર હુસૈનના મકાનના ધાબા પરથી સતત પથ્થરમારો કરાયો હતો.જ્યારે એક વિડિયો ક્લીપ દ્વારા દર્શાવ્યું હતું કે 25મી ફેબ્રુઆરીએ આ મકાનના ધાબા પરથી સતત પથ્થરમારો થયો હતો અને અવારનવાર પેટ્રોલ બોમ્બ ફેંકવામાં આવતા હતા. આ અંગે તાહિર હુસૈનનો સંપર્ક સાધવાના કેટલાક લોકોના પ્રયાસોને સફળતા મળી નહોતી.ઉલ્લેખનીય છે કે દિલ્હીનાં ખજૂરી વિસ્તારમાં સ્થિત આપનાં કાઉન્સિલર તાહિર હુસેનનાં ધાબા પરથી પત્થર, ગુલેલ અને પેટ્રોલ બોમ્બ પણ જોવા મળ્યા હતા. સાથે સાથે એ પણ આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે અહિંયાથી પત્થરમારો પણ થયો હતો.

તાહિર હુસેનનાં ધાબા પરથી પત્થર, ગુલેલ અને પેટ્રોલ બોમ્બ પણ જોવા મળ્યા

જ્યારે ખાનગી ચેનલ ધાબા પર તપાસ કરવા ગઈ ત્યાં પત્થરો અને પેટ્રોલ બોમ્બથી ભરેલા બાસ્કેટ જ્યાંત્યાં પડેલા જોવા મળ્યા હતા.એટલુંજ નહી સોશિયલ મીડિયામાં એક વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે કે જેમાં કેટલાક તોફાની તત્વો એક મકાનની છત પરથી પત્થર અને પેટ્રોલ બોમ્બ વરસાવી રહ્યા હતા. જો કે આ વાયરલ વીડિયોની પુષ્ટી નથી કરતું. આ વીડિયોને લઈને જ્યારે ખાનગી ચેનલે તેમની સાથે વાત કરીકે આ મકાન તેમનું છે, પરંતુ જે સમયે ઘર પર હુમલો થયો તે સમયે હું ઘર પર નહોતો. તાહિર હુસેનનું નિવેદન છે કે હું અંકિતનાં મૃત્યુથી દુખી છું. હું અંકિતના પરિવાર સાથે ઉભો છું, તોફાની તત્વો કોઈનાં હોતા નથી. મને એ વાતની ખબરનથી કે મારા ઘરનાં ધાબા પરથી કોણ પેટ્રોલ બોમ્બ અને પત્થર ફેંકી રહ્યા છે.

તાહિર હુસેને વીડિયો જાહેર કરીને અફવાહ ફેલાઈ હતી કે તેમના ઘર પર એટેક થયો

આરોપ છે કે તાહિર હુસેને વીડિયો જાહેર કરીને અફવાહ ફેલાઈ હતી કે તેમના ઘર પર એટેક થયો છે. જ્યારે વીડિયો અનુસાર હુમલો તેમનાં ઘરનાં ધાબા પરથી થઈ રહ્યો છે, હવે આ વિડીયોનાં તાર આ વિસ્તારમાં રહેવાસી આઈબીનાં કર્મચારી અંકિત શર્માની મૃત્યુ સાથે જોડાયા છે. અંકિત શર્માનાં પરિવારે તાહિર હુસેનની મૃત્યુ માટે જવાબદાર ગણાવ્યા છે. અંકિત તે સમયે ઘરની બહાર નિકળ્યો જ્યારે બહાર અશાંતિ હતી, અને તેઓ એક પરિવારને મદદ કરવા પહોંચ્યો હતો પરંતુ તે પાછો ફર્યો નહી અને તેની લાશ પાસેનાં નાળા માં વહેતી મળી આવી હતી. આમ આદમી પાર્ટીનાં કાઉન્સિલરને સવાલ કર્યો પરંતુ તેમણે અંકિતની બાબતે કોઈ જવાબ આપ્યો નહી.

READ ALSO

Related posts

લોકડાઉન: સમગ્ર દેશમાં પેટ્રોલ અને ડિઝલનું વેચાણ અત્યંત ઓછું, એક્સપર્ટસનાં મતે સરકારના 2 લાખ કરોડ રૂપિયા બચશે

pratik shah

101 વર્ષ પહેલાં મહામારીમાં જન્મી, વિશ્વયુદ્ધ જોયુ અને હવે કોરોનાને પણ આપી માત

Karan

લોકડાઉનનો પિરીયડ વધવા મામલે સરકારે કરી મોટી જાહેરાત, જાણી લો ક્યાં સુધી દેશ રહેશે લોકડાઉન

Karan
Do NOT follow this link or you will be banned from the site!