GSTV
Gujarat Government Advertisement

દિલ્હી સરકારનો મહત્વનો નિર્ણય/ દેશના આ બે રાજ્યોમાંથી રાજધાનીમાં પ્રવેશનાર તમામે ફરજિયાત 14 દિવસ રહેવું પડશે ક્વોરન્ટાઇન

Last Updated on May 7, 2021 by Karan

દિલ્હીમાં વધી રહેલા કોરોના સંક્રમણ વચ્ચે કેજરીવાલ સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. હવેથી આંધ્ર પ્રદેશ અને તેલંગાણાથી દિલ્હી આવનારા લોકોએ 14 દિવસ ફરજિયાત ક્વોરન્ટાઈન થવું પડશે. એ માટે કેજરીવાલ સરકારે સરકારી અને પેઈડ ક્વોરન્ટાઈન ફેસિલિટી પણ ચિહ્નિત કરી છે.

વેક્સિનના બંને ડોઝનું સર્ટિફિકેટ દેખાડવું ફરજિયાત

જો કે, જે લોકોએ વેક્સિનના બંને ડોઝ લીધેલા હશે તેઓ બંને ડોઝનું સર્ટિફિકેટ બતાવશે અથવા છેલ્લાં 72 કલાકનો RTPCR ટેસ્ટનો નેગેટિવ રિપોર્ટ બતાવનાર માટે 7 દિવસનું હોમ ક્વોરન્ટાઈન ફરજિયાત રહેશે. જો કોઈ વ્યક્તિ પાસે હોમ ક્વોરન્ટાઈન થવા માટેની સુવિધા નહીં હોય તો તે સરકાર દ્વારા ચિહ્નિત કરવામાં આવેલી સરકારી અથવા પેઈડ ફેસિલિટીમાં 7 દિવસ માટે ક્વોરન્ટાઈન રહી શકશે.

આંધ્ર અને તેલંગાણામાં કોરોનાનો નવો વેરિઅન્ટ મળી આવ્યો

આંધ્ર પ્રદેશ અથવા તેલંગાણાથી બસ, ટ્રેન, વિમાન, કાર કે ટ્રક દ્વારા દિલ્હી આવનારાઓએ આ નિયમનું ફરજિયાત પાલન કરવું પડશે. આંધ્ર અને તેલંગાણામાં કોરોનાનો નવો વેરિઅન્ટ મળી આવ્યો ત્યાર બાદ દિલ્હી સરકારે આ આદેશ જાહેર કર્યો છે.

કોરોના

જે વ્યક્તિ આ નિયમનું ઉલ્લંઘન કરશે તેને 7 દિવસ માટે સરકારી ઈન્સ્ટિટ્યૂશન ક્વોરન્ટાઈનમાં રાખવામાં આવશે. આ બંને રાજ્યથી જે લોકો પોતાના રાજ્યોના ભવનમાં જશે ત્યાં આ નિયમોનું પાલન કરાવવાની જવાબદારી રેજિડેન્ટ કમિશનરની રહેશે. જે લોકો હોટેલ, રિસોર્ટ કે હોસ્ટેલ જેવી જગ્યાઓએ જશે ત્યાં તે જગ્યાના માલિકની જવાબદારી રહેશે. જે લોકો રોડ માર્ગે દિલ્હીમાં પ્રવેશ કરશે તેમની જવાબદારી સંબંધિત ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ અથવા દિલ્હી પોલીસના ડીસીપીની રહેશે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને  કેસ ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

ચિંતાજનક / પ્રથમ વાર પરમાણું બોમ્બના જથ્થામાં ઘટાડો, બીજી બાજુ ચીન-પાકિસ્તાન વસાવી રહ્યું છે મહાવિનાશક હથિયાર

Dhruv Brahmbhatt

ચિરાગ પાસવાનને વધુ એક ઝટકો / લોકસભામાં કાકા પશુપતિ પારસ હશે LJP ના નેતા, સ્પીકરની મહોર

Dhruv Brahmbhatt

કોવિશિલ્ડના 2 ડોઝ લીધા બાદ વધુ એક મહિલાના શરીરમાં જોવા મળ્યો મેગ્નેટિક પાવર, અનેક કિસ્સાઓ સામે આવ્યાં

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!