GSTV
ANDAR NI VAT

કેજરીવાલ સરકારે ભાજપ શાસિત દિલ્હી કોર્પોરેશન પાસે બુલડોઝર અભિયાનનો રિપોર્ટ માગ્યો

કેજરીવાલ

અરવિંદ કેજરીવાલની સરકારે દિલ્હીની ત્રણેય મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે બુલડોઝર અભિયાનનો રિપોર્ટ માગ્યો છે. કેજરીવાલે અગાઉ નિવેદન આપ્યું હતું કે દિલ્હીમાં જે રીતે બુલડોઝર ચલાવવામાં આવી રહ્યું છે તે યોગ્ય નથી.

આમ આદમી પાર્ટી

કેજરીવાલે કહ્યું કે અમે અતિક્રમણના વિરોધી છીએ, અમે ઈચ્છીએ છીએ કે અમારી દિલ્હી સુંદર હોય. પરંતુ તેના માટે 60 લાખ લોકોના મકાન તોડી શકાય નહીં. આટલા બધા લોકોને બરબાદ કરી દો તો તે સહન કરે નહીં. છેલ્લાં 15 વર્ષથી દિલ્હી નગર નિગમમાં ભાજપનું રાજ હતું. 15 વર્ષમાં તેમણે કશું કર્યું નહીં. ઊલટું, ગેરકાયદે ઈમારતો બનવા દીધી, અતિક્રમણ કરવા દીધું, તેના માટે પૈસા ખાધા હોવાનો પણ આરોપ છે. હવે 18મી મેએ તેમનો કાર્યકાળ પૂરો થાય છે તો તેમની પાસે કોઈ અધિકાર નથી કે તેઓ બુલડોઝર ચલાવે. તમે નગર નિગમની ચૂંટણી કરાવો, જે પાર્ટીની સરકાર બનશે તે નિર્ણય કરશે. અમે દિલ્હીની જનતાને વિશ્વાસ અપાવીએ છીએ કે આ અતિક્રમણ અને ગેરકાયદે બનેલી વસાહતોનું સમાધાન અમે લાવીશું.

કેજરીવાલ

તેમણે કહ્યું કે અમે દિલ્હીની કાચી કોલોનીઓને સ્વચ્છ બનાવીશું. તેને નિયમિત કરીશું, ત્યાં પાકું બાંધકામ કરાવીશું. કાચી કોલોનીઓને સારી કોલોની તરીકે વિકસિત કરીશું. ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકો માટે મકાન બનાવીને તેમને ઈજ્જતની જિંદગી આપીશું. કેજરીવાલ સરકારે રીપોર્ટ તો માગ્યો છે પરંતુ ભાજપ શાસિત દિલ્હી મહાનગરપાલિકા સીધી ચાલે છે કે નહીં? તે હવે જોવાનું રહે છે.

Read Also

Related posts

ગુજરાતની ચૂંટણીને ભાજપ વિરૂદ્ધ આપનો રંગ આપવામાં અરવિંદ કેજરીવાલ સફળ

Hemal Vegda

આરજેડી સત્તામાં આવતા લાલુની તબિયત સુધરીઃ ભાજપ વિરુદ્ધ વિપક્ષની એકતા માટે દોડાદોડી શરૂ કરી

Damini Patel

કોંગ્રેસમાં એક સાંધો ત્યાં તેર તૂટેઃ સંગઠન ચૂંટણી પ્રમુખને હૉસ્પિટલ ખસેડાયા

HARSHAD PATEL
GSTV