ગુજરાત પ્રવાસમાં દરમિયાન જામનગરમાં દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે ગુજરાત સરકારને ખુલ્લુ આમંત્રણ આપ્યું છે. કેજરીવાલે કહ્યું કે, દિલ્હીમાં આવીને વેપારી સાથે સંવાદ કરો હું કોઈને ધમકાવીશ નહીં. કેજરીવાલે કહ્યું કે, દિલ્લીમાં રેડ રાજ બંધ છે. વેપારીઓ પર જીએસટીના દરોડા બંધ કરી દીધા છે. દારૂબંધી પર પણ આકરા પ્રહાર કરતા આપના સંયોજકે કહ્યું કે ગુજરાતના દારૂના વેચાણ પાછળ કોનો હાથ છે એ બધાને ખબર છે.

ગુજરાતમાં પ્રશાસનની ભાગીદારીથી દારૂ વેચાય છે. જામનગર પ્રવાસ દરમિયાન કેજરીવાલે ગુજરાતના વેપારીઓને પાંચ નવી ગેરંટી પણ આપી છે. ડરનો માહોલ પૂરો કરવામાં આવશે. નીડરતાથી લોકો કામ કરશે. વેપારીઓને અને ઉદ્યોગપતિઓને ઈજ્જત આપવામાં આવશે. રેડ રાજ બંધ કરવામાં આવશે અને કોઈ દરોડા પાડવામાં નહિ આવે, વેપારીઓ માટે આ પાંચ ગેરંટી કેજરીવાલે આપી છે.
વેપારીઓ સાથે બેઠક કરી કેજરીવાલે કહ્યું કે સ્કીમ લાવી વેટ રિફંડ આપવામાં આવશે. આ સિવાય દરેક સેક્ટરની એક કમિટી બનાવવામાં આવશે. લોકોના સૂચનો અનુસાર સરકાર અમલવારી કરશે. ફ્રીની રેવડીનો મુદ્દો પણ હાલ ચર્ચામાં છે. આ મુદ્દે કેજરીવાલે કહ્યું કે, સરકારી શાળાઓમાં ૪૦૦થી વધુ વિદ્યાર્થીઓએ નીટની પરીક્ષા પાસ કરી છે. આપની સરકારે સારી શાળાઓ બનાવી છે અને સરકારી શાળાઓમાં મફત અને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવામાં આવે છે. 10 ઓગસ્ટે ફરી કેજરીવાલ ગુજરાત પ્રવાસે આવશે અને પાટણમાં મહિલાઓ સાથે સંવાદ કરશે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય સમાચાર.
READ ALSO
- ગેસથી ચાલતા પાવર પ્લાન્ટ બંધ કરવાની માંગ, ગ્રાહકો ૨૦૦૦ કરોડના ખર્ચબોજાથી મુક્ત થશે
- સ્થિતિમાં કોઈ સુધારો નહીં/ ભારત આઝાદીના 75 વર્ષની ઉજવણી કરી રહ્યું છે, ત્યારે દેશમાં 27 કરોડ લોકો હજુ પણ ગરીબી રેખા નીચે
- Johnson And Johnsonના ઉત્પાદન પર પ્રતિબંધ! પાવડરમાં ઝેરી રસાયણો ભેળવવાનો આરોપ, કંપનીને 15 હજાર કરોડનો દંડ
- સલમાન રશ્દી પર જીવલેણ હુમલો કરનારની થઇ ઓળખ; વેન્ટિલેટર પર છે લેખક, એક આંખ ગુમાવવાનો ખતરો
- ડેટા કલેક્શન પર યુઝર્સને ગેરમાર્ગે દોરવા બદલ Googleને મોટો ફટકો, ઓસ્ટ્રેલિયન કોર્ટે રૂ. 340 કરોડનો દંડ ફટકાર્યો