GSTV

કોરોના ટેસ્ટિંગ મામલે કેજરીવાલ બગડ્યા, આ હોસ્પિટલ સામે ફરિયાદ દાખલ કરવા કર્યો આદેશ

દિલ્હીમાં કોરોના વાયરસ ઓછું થવાનો નામ લઇ રહ્યો નથી. રાજધાની દિલ્હીમાં હજારોની સંખ્યામાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યામાં દિવસે દિવસે વધારો થઇ રહ્યો છે. આ વચ્ચે દિલ્હી સરકારે સર ગંગારામ હોસ્પિટલ સામે ફરિયાદ દાખલ કરી દીધી છે. દિલ્હી સરકારે કોરોના મહામારીના અધિનિયમના ઉલ્લંઘન બદલ સર ગંગારામ હોસ્પિટલ સામે ફરિયાદ દાખલ કરવાનો આદેશ આપ્યો હતો. ગંગારામ હોસ્પીટલે કોરોના વાયરસના ટેસ્ટીંગ નિયમોનું ઉલ્લંઘન કરવાના કારણે તેના પર ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

આઈપીસી એક્ટ ૧૮૮ અંતર્ગત ગંગારામ હોસ્પિટલ સામે ફરિયાદ કરવામાં આવી છે. દાખલ ફરિયાદમાં લખવામાં આવ્યું છે કે, હોસ્પિટલઓએ સ્વાસ્થ્ય મંત્રાલયના દિશા નિર્દેશોનું પાલન કરવું અને માત્ર આરટી-પીસીઆર એપના માધ્યમથી સેમ્પલ એકત્રિત કરવું અનિવાર્ય હતું. સર ગંગારામ હોસ્પિટલે આરટી પીસીઆરનો ઉપયોગ કર્યો ન હતો.

ઉલ્લેખનીય છે કે, છેલ્લા ઘણા દિવસથી દિલ્હીની હોસ્પિટલોને લઇ ઘણા પ્રકારના સમાચાર સામે આવી રહ્યા છે. હોસ્પિટલ પર કોરોનાના દર્દીઓની સારવાર અને લાપરવાહી મુદ્દે પણ ફરિયાદના આરોપ લાગી ચુક્યા છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિદ કેજરીવાલે હોસ્પિટલોને ચેતવણી આપતા કહ્યું હતું કે, જો કોઈ વ્યક્તિ તમારે ત્યાં સારવાર માટે આવે છે તો તેની સારવાર કરવી પડશે.

Related posts

ગંગા જળ હરાવશે કોરોનાને: અઠવાડીયામાં શરૂ થશે ટ્રાયલ, ગંગાજળમાં સ્નાન કરનારા લોકોથી કોરોના રહે છે દૂર

Pravin Makwana

પોળો જંગલ નિહાળવા કલેક્ટરે 20 જેટલી બસ મુકવાનો નિર્ણય લેતા લાગ્યો ધારા 144 ભંગ કરવાનો આરોપ

Nilesh Jethva

ઊંઝા માર્કેટયાર્ડ સેસ કૌભાંડ : દિનેશ પટેલ અને ધારાસભ્ય આશાબેન પટેલ સામે આંગળી ચિંધાઈ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!