દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આરોપ લગાવ્યો છે કે, ભારતીય જનતા પાર્ટીની કેન્દ્ર સરકાર ન્યાયપાલિકા પર કબ્જો કરવા માગે છે. તેમણે ન્યાયિક પ્રણાલી પર કેન્દ્રીય કાયદા મંત્રી કિરેન રિજિજુની તાજેતરની ટિપ્પણીને પણ ‘ખોટી’ ગણાવી હતી. રિજિજુના સંબોધનનો વીડિયો શેર કરતા કેજરીવાલે ટ્વીટ કર્યું કે, દેશની તમામ સ્વતંત્ર સંસ્થાઓ પર ગેરકાયદેસર કબજો કર્યા બાદ હવે આ લોકો ન્યાયતંત્ર પર કબજો કરવા માંગે છે. લોકો આવું ક્યારેય થવા દેશે નહીં. ન્યાયતંત્ર સામે આ પ્રકારની વાણી યોગ્ય નથી.

સોમવારે તીસ હજારી કોર્ટ સંકુલમાં આયોજિત પ્રજાસત્તાક દિવસના સમારોહમાં બોલતા, રિજિજુએ કહ્યું કે ન્યાયાધીશો ચૂંટાતા નથી, તેથી તેઓ જાહેર તપાસનો સામનો કરતા નથી, પરંતુ લોકો તેમની તરફ જુએ છે અને તેઓ જે રીતે ન્યાય આપે છે તેના આધારે તેમનો ન્યાય કરે છે.
કાયદા પ્રધાને કહ્યું હતું કે સરકાર અને ન્યાયતંત્ર વચ્ચે મતભેદો હોઈ શકે છે પરંતુ તેનો અર્થ એ નથી કે બંને એકબીજા પર હુમલો કરી રહ્યા છે અને ‘મહાભારત’ થઈ રહ્યું છે, જેમ કે કેટલાક લોકો દ્વારા અંદાજ કરવામાં આવી રહ્યો છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
READ ALSO
- ઈઝરાયલને ના ગમી ન્યાયતંત્રમાં સુધારો કરવા અંગેની અમેરિકાની આ સલાહ, જાણો સમગ્ર મામલો
- Flightમાં મુસાફરી કરતા પહેલા આ ફુડ્સ ભૂલથી પણ ન ખાઓ, થઈ શકે છે મોટી સમસ્યા
- IPL 2023 / અમદાવાદમાં પ્રથમ મેચ પહેલા ચેન્નઈને ઝટકો, આ ખેલાડી સમગ્ર ટૂર્નામેન્ટમાંથી આઉટ
- રાજકારણ / મોહમ્મદ ફૈઝલને ફરી લોકસભાનું સભ્યપદ અપાતાં રાહુલ પણ ફરી સાંસદ બનશે તેવી આશા જાગી
- Vitamin D Deficiency: વિટામિન ડીની ઉણપને દૂર કરવા માટે પીઓ આ હેલ્ધી ડ્રીંક્સ