GSTV
Gujarat Government Advertisement

કાળઝાળ ગરમીમાં કાર ડ્રાઈવ કરતા પહેલાં આટલી બાબતોનું ચોક્કસથી ધ્યાન રાખજો, મળશે શાનદાર માઈલેજ

Last Updated on May 16, 2021 by Dhruv Brahmbhatt

એક તરફ સમગ્ર દેશમાં જ્યારે કોરોનાએ હાહાકાર મચાવ્યો છે ત્યારે બીજી બાજુ હવે અતિશય ગરમીએ પણ દેશમાં કાળો કહેર વર્તાવ્યો છે. એવામાં આવી ઋતુમાં પોતાની કારમાં કેટલાંક ખાસ ફેરફાર જરૂરથી કરી લેવાં જોઇએ. ઋતુના હિસાબથી પોતાની કારની સર્વિસ, ટાયર અને એન્જીનનું ખાસ ધ્યાન રાખવાની જરૂરિયાત છે. સમય-સમય પર કારના એન્જીન અને ગેરબોક્સમાં લુબ્રિકેશનને મેન્ટેઇન કરવું પણ ખાસ જરૂરી છે. આવું કરવાથી તમારી કારમાં પૂરી સીઝન દરમ્યાન કોઇ પણ પ્રકારની મુશ્કેલી નહીં સર્જાય અને કાર સારી એવી કન્ડિશનમાં ચાલશે. તમને જણાવી દઇએ કે, ગરમીમાં તમે તમારી કારને કેવી રીતે ફીટ બનાવી રાખી શકો છો.

car service

સમયસર સર્વિસ

તમારે સમય સમય પર તમારી કારની સર્વિસ કરાવવી ખાસ જરૂરી છે. કારને લાંબા સમયથી સર્વિસ ન કરાવવા પર તેની કારના એન્જીન અને પિસ્ટન પર ખૂબ જ ખરાબ અસર થાય છે. ગરમી શરૂ થતા જ કારના એન્જીન, વાયરિંગ અને એસાઇનમેન્ટને પણ જરૂરથી ચેક કરાવી લો.

બેટરી

જો તમારા કારની બેટરી બરાબર કામ નથી કરતી અથવા તો તે ખરાબ થઇ ગઇ છે તો તેને સમય પર બદલતા રહો અથવા તો તેને ચેક કરી લો. લાંબુ અંતર નક્કી કરનારા ગ્રાહકે હાઇવે પર કારને ધક્કો પણ મારવો પડે એવી સ્થિતિ સર્જાઇ શકે છે. આવી હાલતથી બચવા માટે બેટરીને મિકનેક દ્વારા પહેલેથી ચેક કરાવી લો.

ટાયર

ગરમીની ઋતુમાં કારના ટાયર પર પણ ખૂબ જ દબાવ પડે છે કે જેનાથી એર પ્રેશર ખૂબ જ ઓછું થઇ જાય છે. જો તમે ડેઇલી કારને લાંબા સમય સુધી ચલાવતા હોવ તો કારના ટાયરને ગરમીમાં ચેક જરૂરથી કરાવી લો. જો કારનું ટાયર ઘસાઇ ગયું છે તો તેને બદલી નાખો. આવું ન કરવાથી કારનું ટાયર પંચર થઇ શકે છે અથવા તો તે ફાટી પણ શકે છે.

એન્જીન ઓઇલ

જો તમારી કારના એન્જીન ઓઇલને વધારે સમયથી તમે નથી બદલ્યું તો તમારી કાર સ્ટાર્ટ થવામાં પણ મુશ્કેલી સર્જાઇ શકે છે. કારના એન્જીન ઓઇલને તમે સમય સમય પર બદલવાથી કારનું એન્જીન વધારે સારી રીતે કામ કરી શકે છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને  કેસ ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

ટિપ્સ/ વરસાદની સીઝનમાં ગાડી ચલાવતી વખતે હેરાન ન થવું હોય તો જરૂર રાખો આ 9 સાવચેતીઓ

Bansari

એલર્ટ/ ચહેરો ઓળખતા આ સોફ્ટવેર પર ઉઠ્યા સવાલ, જાણો તેનો ઉપયોગ કેટલો છે ખતરનાક

Bansari

સાવધાન/ ક્યાંક કોઈ તમારા નામથી સીમ કાર્ડનો ઉપયોગ તો નથી કરી રહ્યું ને, આ રીતે મેળવો જાણકારી

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!