GSTV

Vastu Tips: ઘરની ઉત્તર દિશામાં વાસ્તુની આ બાબતોનું રાખો ખાસ ધ્યાન, મળશે પ્રગતિ અને ખુશહાલી

વાસ્તુ

Last Updated on January 2, 2021 by Bansari

ઘરની દિશાઓની વ્યક્તિના જીવન પર ખાસ પ્રભાવ પડે છે. વાસ્તુ શાસ્ત્ર (Vastu Shastra) અનુસાર ઘરની ઉત્તર દિશા દોષ મુક્ત થવા પર ધન વૈભવની વૃદ્ધિ થાય છે. હકીકતમાં ઉત્તર દિશાના પ્રતિનિધિ દેવ ધનના સ્વામી એટલે કે કુબેર છે. ઉત્તર દિશા ધ્રુવ તારાની દિશા પણ માનવામાં આવે છે. આકાશમાં ઉત્તર દિશામાં સ્થિત ધ્રુવ તારો સ્થાયિત્વ અને સુરક્ષાનો પ્રતીક છે. આ દિશાન સમસ્ત આર્થિક કાર્યો માટે ઉત્તમ માનવામાં આવે છે. વાસ્તુ અનુસાર ઘરની ઉત્તર દિશા ખુલી રાખવા પર સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે.

વાસ્તુ

ઘરનો પ્રવેશ દ્વાર અને બેડરૂમ ઉત્તર દિશામાં બનાવવો જોઇએ. વાસ્તુ અનુસાર ઘરના ઉત્તર ભાગને ખુલ્લો રાખવાથી ઘરમાં ખુશહાલી અને સમૃદ્ધિ આવે છે. ચાલો તમને જણાવીએ ઉત્તર દિશાને લગતી વાસ્તુની ખાત વાતો….

વાસ્તુ અનુસાર ઉત્તર દિશાની દિવાલ પર તિરાડ અશુભ માનવામાં આવે છે. જો ઘરની ઉત્તર દિશામાં કોઇ પણ દિવાલ તૂટેલી હોય તો પરિવારમાં કલેશ અને વિવાદની સ્થિતિ ઉભી થઇ શકે છે.

ઘર-પરિવારમાં ક્લેશ-કંકાશ વધુ થઇ રહ્યો હોય તો ઘરની ઉત્તર દિશામાં તુલસીનો છોડ મુકી દો.

વ્યવસાયની ઉન્નતિ માટે ઉત્તર દિશામાં દર્પણ લગાવવો શુભ માનવામાં આવે છે.

વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરની ઉત્તર દિશામાં કોઇ પણ બિનજરૂરી સામાન તથા ગંદકી ન રાખો.

વાસ્તુ

નોકરીના અવસર અને આર્થિક મજબૂતી માટે ઉત્તર દિશા તરફ ભગવાન કુબેરની મૂર્તિ રાખો.

વાસ્તુ અનુસાર ઘરની ઉત્તર દિશામાં પૂજા સ્થાન અને ગેસ્ટ રૂમ બનાવવા શુભ માનવામાં આવે છે.

ઘરમાં સુખ શાંતિ માટે ઉત્તર દિશામાં રસોડુ બનાવવાથી બચવાનો પ્રયાસ કરવો જોઇએ.

ઘરમાં ઉત્તર દિશાની દિવલ પર હંમેશા હળવા વાદળી રંગનુ પેઇન્ટ કરાવો. તેનાથી ધન લાભના પ્રચુર અવસર પ્રાપ્ત થાય છે.

આર્થિક સ્થિતિ મજબૂત કરવા માટે ઉત્તર દિશામાં મની પ્લાન્ટ પણ લગાવી શકો છો.

Read Also

Related posts

જ્યોતિષ / ગુરુ અને શનિનું એકીસાથે એક જ રાશિમાં આગમન બનાવી દેશે આ રાશિજાતકોને માલામાલ, જાણો તમારી રાશિ છે કે નહિ…?

Zainul Ansari

ગ્લોબલ કોવિડ સમિટમાં વડાપ્રધાન મોદીએ વિશ્વને આપ્યો સંદેશ, ભારતે કોરોના દરમિયાન 150 દેશોની કરી મદદ

Zainul Ansari

Health / દૂધ નહિ પણ આ વસ્તુ છે કેલ્શિયમનો ભંડાર, આજે જ ઉમેરો ભોજનમાં અને મેળવો આશ્ચર્યજનક ફાયદા

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!