GSTV
Home » News » ઘરે આજે જ લગાવો આ છોડ, તાત્કાલિક થશે ચમત્કાર અને ધન લાભ

ઘરે આજે જ લગાવો આ છોડ, તાત્કાલિક થશે ચમત્કાર અને ધન લાભ

વાસ્તુ અનુસાર ઘરે તુસલીનો છોડ, કેળાનું ઝાડ અને શમીનું ઝાડ લગાવવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે. એવી માન્યતા છે કે આ છોડ અને ઝાડમાં દેવતાઓ વાસ કરે છે. તેની પૂજા કરવાથી વ્યક્તિના નસીબના દરવાજા ખુલી જાય છે. આજે અમે તમને જણાવીશું કયા ઝાડને કઈ દિશામાં લગાવવુ જોઈએ. 

તુલસી

હિન્દુ ધર્મમાં તુલસીના છોડની વિશેષ પૂજા કરવામાં આવે છે. તે ઘરની શોભાની સાથે-સાથે ઘરમાંથી નકારાત્મક ઉર્જાને પણ દૂર કરે છે. વાસ્તુ અનુસાર તુલસીના છોડને ઘરની પૂર્વ દિશા અથવા પૂર્વ-ઉત્તર દિશામાં લગાવાનું શુભ માનવામાં આવે છે. તેનાથી ધન લાભ થાય છે.

કેળાનું ઝાડ

કેળાના ઝાડને હિન્દુ ધર્મમાં પવિત્ર માનવામાં આવે છે. ઘરે કેળાનું ઝાડ લગાવવાથી મન શાંત રહે છે અને સમૃદ્વિ વધે છે. વાસ્તુ શાસ્ત્રના અનુસાર કેળાના ઝાડને પૂર્વ-ઉત્તર દિશામાં લગાવવુ જોઈએ.

સફેદ આકડાનો છોડ

આ છોડ ઘરમાં લગાવવાથી ધન લાભ થાય છે અને તરત જ પૈસાની તંગી દૂર થઈ જાય છે. આ છોડને ઘરની પૂર્વ-ઉત્તરની દિશામાં લગાવવાનું શુભ માનવામાં આવે છે. આ છોડ લગાવવાથી તમે શત્રુ પર વિજય પ્રાપ્ત કરી શકો છો. 

આંબળા

પીપળાના ઝાડની જેમ આંબળાના ઝાડમાં પણ બધા દેવતાઓનો વાસ હોય છે. એવી માન્યતા છે. આ ઝાડને લગાવવાથી દરેક પ્રકારના પાપમાંથી મુક્તિ મળે છે અને તમામ ઈચ્છાઓ પૂરી થાય છે. 

આસોપાલવ

આસોપાલવના ઝાડથી કોઈપણ પ્રકારનો દોષ દૂર થઈ જાય છે અને ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર થઈ જાય છે. આ ઝાડને ઘરની ઉત્તર દિશામાં લગાવવું જોઈએ

Read Also

Related posts

47 લાખ રૂપિયા છતાં ઓછો છે આ પોસ્ટ માટે પગાર, તમે કાબેલ છો તો કરો એપ્લાય

Mansi Patel

જો તમારું પાન કાર્ડ ખોવાઈ જાય તો ન કરો ચિંતા, થોડા જ રૂપિયા ખર્ચવા પર મળશે બીજું પાન કાર્ડ

Dharika Jansari

ટીમ ઇન્ડિયામાંથી વર્ષો પહેલાં બહાર ફેંકાઇ ગયેલો આ ક્રિકેટર બન્યો IPL 2020નો સૌથી મોંઘો ખેલાડી

Bansari
Do NOT follow this link or you will be banned from the site!