GSTV
Business Finance

કામની વાત / સેવિંગ એકાઉન્ટ બંધ કરવાતી વખતે આ 5 બાબતોનું ખાસ ધ્યાન રાખો

આજના સમયમાં મોટાભાગના લોકો પાસે એક કરતા વધુ સેવિંગ એકાઉન્ટ છે. આમાં એક એકાઉન્ટ એવું પણ હોઈ શકે છે, જેનો તમે ઉપયોગ કરતા નથી. આવી સ્થિતિમાં જો તમે તે સેવિંગ એકાઉન્ટ બંધ કરવાનું વિચારી રહ્યા છો, તો કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખો. જો તમે આવુ નહી કરો તો તમને પાછળથી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. સેવિંગ એકાઉન્ટ બંધ કરતા પહેલા આ 5 બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.

ઓટો પેમેન્ટ બંધ કરો
જો તમે સેવિંગ એકાઉન્ટ બંધ કરવા જઈ રહ્યા છો અને તેની સાથે ઓટોમેટેડ પેમેન્ટ જોડાયેલ છે, તો સૌથી પહેલા તેને બંધ કરો. આ સાથે, બેંકમાંથી ફોર્મ લઈને તમે જે બેંક એકાઉન્ટમાંથી ઓટોમેટેડ પેમેન્ટ શરૂ કરવા માંગો છો તેની માહિતી ભરો.ઓટો પેમેન્ટમાં બિલની ચુકવણી તમારા એકાઉન્ટમાંથી રકમ કપાઈને થાય છે. એકાઉન્ટ થતા ચુકવણી થશે નહીં અને પેન્લટી લાગશે.

સ્ટેટમેન્ટ ડાઉનલોડ કરો
સેવિંગ એકાઉન્ટ બંધ કરતા પહેલા તમારે તમારા કમ્પ્યુટર અથવા લેપટોપમાં તમામ સેવિંગ એકાઉન્ટનું સ્ટેટમેન્ટ ડાઉનલોડ કરવું જરૂરી છે. આમ કરવાથી તમે આગળની મુશ્કેલીથી બચી શકો છો. આ સ્ટેટમેન્ટ તમને ભવિષ્યમાં ગમે ત્યારે કામ લાગી શકે છે.

ખાતામાં જમા થયેલી રકમ ચેક કરો
સેવિંગ એકાઉન્ટ બંધ કરતા પહેલા તમારા એકાઉન્ટમાં જમા થયેલી રકમ ચેક કરો. જો એકાઉન્ટમાં નેગેટિવ બેલેન્સ હશે તો બેંક એકાઉન્ટને બંધ કરવા દેશે નહીં. આવી સ્થિતિમાં તમારે એકાઉન્ટમાં પૈસા જમા કરાવવા પડશે અને પછી બેંક ચાર્જ ચૂકવીને એકાઉન્ટને બંધ કરવું પડશે.

એકાઉન્ટ બંધ કરવાનો ચાર્જ જાણો
ઘણી બેંકો એકાઉન્ટ બંધ કરવા માટે ફી વસૂલે છે. જો કે આ મોટે ભાગે ત્યારે થાય છે જ્યારે એકાઉન્ટ ખોલ્યાના એક વર્ષની અંદર એકાઉન્ટ બંધ કરવામાં આવે છે. જો કે, જો એકાઉન્ટ ખોલ્યાના એક વર્ષ પછી એકાઉન્ટ બંધ થઈ જાય, તો પછી કોઈ બં ફી લેવામાં આવતી નથી. ઉદાહરણ તરીકે, SBI એકાઉન્ટ ખોલવાના 14 દિવસની અંદર સેવિંગ એકાઉન્ટ બંધ કરવા માટે કોઈ ફી વસૂલતી નથી.

નવા એકાઉન્ટ માહિતી અપડેટ કરો
જૂનું સેવિંગ એકાઉન્ટ બંધ કરીને સેવિંગ એકાઉન્ટ ખોલ્યા પછી તરત જ ITR, ગેસ એજન્સીમાં, ઓટો પેમેન્ટ બિલ ચુકવણી વગેરેમાં તમામ જરૂરી સ્થળોએ નવા સેવિંગ એકાઉન્ટની માહિતી અપડેટ કરો.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

આ પણ વાંચો

Related posts

આકાશ અંબાણી Timesની ‘100 Next’ યાદીમાં સામેલ, આ લિસ્ટમાં જોડાનારા એકમાત્ર ભારતીય

Hemal Vegda

બજારમાં ઘટાડાનો સિલસિલો યથાવત / સેન્સેક્સ 500થી વધુ પોઈન્ટ ગગડ્યો, રોકાણકારોને રોવડાવ્યા

Hardik Hingu

નોકરી કરીને નહીં પણ આ રીતોને અપનાવીને મહિલા કમાઈ રહી છે લાખો રૂપિયા, તમે પણ જાણી લો

Hemal Vegda
GSTV