કોલ-મેસેજ અને ડેટાને સુરક્ષીત રાખશે આ 4 કોડ, સ્માર્ટફોનમાં કરી લો સેવ… ખૂબ કામ આવશે

smartphone

સ્માર્ટફોન વિના આપણું જીવન અધુરું થઈ જાય તેવી સ્થિતી સર્જાઈ છે. આપણે મોટાભાગના કામ માટે સ્માર્ટફોન પર નિર્ભર થઈ ગયા છીએ. જો કે સ્માર્ટફોનનો વધારે પડતો ઉપયોગ થતો હોવાથી લોકોની પર્સનલ લાઈફ પણ જોખમમાં મુકાઈ ગઈ છે. એટલા માટે જ જરૂરી થઈ ગયું છે કે સ્માર્ટફોનને સેફ રાખવામાં આવે. સ્માર્ટફોનને લઈ જો થોડી પણ બેદરકારી દાખવવામાં આવે તો મોટી સમસ્યા સર્જાઈ શકે છે. આવી જ એક સમસ્યા જે હાલના સમયમાં વધી છે તે છે ફોન ટેપિંગ.

ઘણીવાર એવું બનતું હોય છે કે તમારા સ્વજન ફોન પર વાત કરવા માટે સતત પ્રયત્ન કરે પરંતુ તમારો ફોન વ્યસ્ત આવે અથવા તો કવરેજ ક્ષેત્રની બહાર આવે. આ સમસ્યાને આપણે નેટવર્ક પ્રોબ્લેમ ગણી અવગણીએ છીએ પરંતુ તેનું કારણ અન્ય એક સમસ્યા પણ હોઈ શકે છે. આ રીતે તમારો ફોન ટેપિંગના કારણે બિઝી આવી શકે છે. જો કોઈ વ્યક્તિ તમારો ફોન ટેપ કરતી હોય તો તમારો ફોન બિઝી આવી શકે છે. જો તમારે ચકાસવું હોય કે તમારો ફોન ટેપ થાય છે કે નહીં તો તેના માટે 4 કોડનો ઉપયોગ કરી શકો છો.

*#*#4636#*#*

તમારા ફોનમાં આ કોડ ડાયલ કરવો. આ કોડની મદદથી તમને ફોનની તમામ જાણકારી સ્ક્રીન પર જોવા મળશે. ફોનની બેટરી, વાઈ ફાઈ કનેકશન, ફોનનું મોડલ, રેમ વગેરેની જાણકારી તમને આ કોડથી મળી જશે.

##002#

આ કોડ એવો છે જેનાથી તમે ફોનના તમામ ફોરવર્ડિંગને ડી એક્ટિવેટ કરી શકો છો. સાથે જ તમને જાણવા મળશે કે તમારા કોલને કોઈએ ડાયવર્ટ કર્યા છે કે નહીં.

*#21#

આ કોડ ડાયલ કરવાથી તમે જાણી શકો છો કે તમારા ફોનના મેસેજ, કોલ કે અને કોઈપણ ડેટાને ડાયવર્ટ કરવામાં નથી આવ્યાને. જો કોઈ નંબર પર તે ડાયવર્ટ કરેલા હશે તો તે નંબરની વિગત પણ તમને આ કોડથી મળી જશે.

*#62#

આ કોડ ડાયલ કરવાથી જાણી શકાય છે કે ફોન બીજા નંબર પર રીડાયરેક્ટ કરવામાં નથી આવ્યોને.

તમને જણાવી દઈએ કે આ તમામ કોડ ટોલ ફ્રી છે. એટલે કે તેને ડાયલ કરી વિગત લેવાથી યૂઝરને કોઈપણ પ્રકારનો ચાર્જ ચુકવવો પડતો નથી.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter