GSTV
Gujarat Government Advertisement

Jio ખંખેરી લેશે તમારું ખીસ્સુ, પાંચ ગણો મોંઘા ડેટા વપરાશ માટે રહો તૈયાર

ભારતની ટેલિકોમ કંપની વર્તમાન સમયમાં ખૂબ જ ખરાબ પરિસ્થિતીમાંથી પસાર થઈ રહી છે. હવે તેની ધીરે-ધીરે અસર ગ્રાહકો પર પણ જોવા મળી રહી છે. થોડા સમય પહેલા જ ટૈરિફ વધારવામાં આવી છે, પરંતુ તમારું મોબાઈલ વાપરવુ પણ વધારે મોંઘુ થઈ શકે છે. કારણ કે, ટેલિકોમ રેગ્યૂલેટર બૉડી TRAI ખરેખર કો એક ફ્લોર પ્રાઈસિંગ લાવવાની તૈયારી કરી રહ્યુ છે. Realiance Jio એ TRAI ને ફ્લોર પ્રાઈસ વધારવાની સલાહ આપી છે. આ કંપનીએ કહ્યુ છે કે, શરૂઆતમાં ડેટા માટે 15 રૂપિયા પ્રતિ GB ફિક્સ કરવું જોઈએ.

Reliance Jio એ TRAI ને કરી ભલામણ

Reliance Jio એ TRAI ને એ પણ સલાહ આપી છે કે, કેટલાક સમય એટલે કે 6 થી 9 મહિના બાદ તેને વધારીને 20 રુપિયા પ્રતિ GB પણ કરવામાં આવી શકે છે. ET Telocom ની એક રીપોર્ટમાં આ વાતો સૂત્રોએ જણાવી છે. રિપોર્ટ્સ પ્રમાણે રિલાયન્સ Jio એ કહ્યુ છે કે, ભારતીય કસ્ટમર્સ પ્રાઈસ સેન્સિટિવ છે. ફ્લોર પ્લાન વધારવા માટે જરૂરિયા છે કે, આને એક વખતમાં ન કરવામાં આવે અને કેટલાક સમયગાળામાં ફ્લોર પ્લાન પર વધારો કરવામાં આવે.

ફ્લોર પ્રાઈસિંગ હેઠળ ડેટા

માહિતી પ્રમાણે, ટેલિકોમ કંપનીઓને સરકારને હજારો કરોડ રૂપિયા આપવાના છે અને આ કારણે વોડાફોન-આઈડિયા જેવી કંપનીઓ સર્વાઈવલ માટે ઝઝૂમી રહી છે. TRAI એક કંસ્લસ્ટેશન પેપર પર કામ કરી રહી છે, તેથી તેમને રિવાઈઝ કરી શકાય. ફ્લોર પ્રાઈસિંગ હેઠળ ડેટા માટે એક બેસ પ્રાઈસ ફિક્સ પણ કરવામાં આવશે.

ટેલિકોમને લેટર લખવામાં આવ્યો

હાલમાં જ વોડાફોન-આઈડિયાએ ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમને લેટર લખવામાં આવ્યો છે. જેમાં કંપનીએ કહ્યુ છે કે, 1 GB ડેટાની મિનિમમ પ્રાઈસ 35 રૂપિયા કરી દેવી જોઈએ. હાલના સમયમાં તમે 1 GB ટેડા માટે લગભગ 4 થી 5 રૂપિયા આપો છો. હવે વોડાફોન-આઈડિયા અને રિલાયન્સ જિયોએ બંને કંપન આ ફ્લોર પ્રાઈસિંગ ડેઠળ ડેટાની કિંમતોમાં વધારો કરવાની ભલામણ કરી રહી છે, તો સ્પષ્ટ છે કે, આગામી સમયમાં કંઈક નિર્ણય લેવામાં આવશે.

મોબાઈલ ડેટાનો વપરાશ વધારે મોંઘો થશે

જો TRAI આ બંને કંપનીઓની ભલામણ પર કોઈ વચ્ચેનો રસ્તો કાઢશે તો, આ કેસમાં ડેટાની કિંમતો પણ વધશે. ડેટા પ્રાઈસ વધવાનો મતલબ સીધી રીતે તમારા મોબાઈલ રિચાર્જ પ્લાન પર થશે અને તે પહેલાથી વધારે મોંઘા થઈ જશે. જોકે, હાલમાં તે સ્પષ્ટ નથી કે, આ પોલીસી ક્યારે લાવવામાં આવશે, પરંતુ ટેલિકોમ ઈન્ડસ્ટ્રીની આ સમયમાં જે પરિસ્થિતી છે, તેને જોતા લાગે છે કે, મોબાઈલ ડેટાનો વપરાશ કરવો હવે ખૂબ જ જલ્દી વધારે મોંઘુ થઈ શકે છે. કારણ કે, જો કંપની આવુ કરશે તો, ધીરે ધીરે બધી જ કંપનીઓ આ પ્રકારનું કરશે. ભારતમાં આ સમયે ટેલિકોમ પ્લેયર જ વધ્યા છે, તેથી તમારી પાસે ઓપ્શન પણ ઓછા છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

રાજ્યવ્યાપી દરોડા: ગર્ભપાતની કીટનું ગેરકાયદેસર રીતે થઈ રહ્યુ હતું ઓનલાઈન વેચાણ, કરોડોનો માલ થયો જપ્ત

Pravin Makwana

ચીનમાં 1500 વર્ષથી એક પહાડી પર લટકતું છે આ મંદિર, જાણો તેની પાછળનું કારણ

Vishvesh Dave

1 જુલાઈથી બદલાશે ચેક બુક સંબંધિત આ નિયમો, તમારા ખિસ્સા પર પડશે તેની સીધી અસર

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!