GSTV

જીવનમાં સકારાત્મક ઉર્જા અને ખુશહાલી લઈને આવે છે આ છોડ, જરૂરથી ઘરમાં રાખો

Last Updated on November 18, 2019 by Karan

છોડ ફક્ત વાતાવરણને શુદ્ધ રાખવાનું જ કામ નથી કરતાં પરંતુ તે નકારાત્મક ઉર્જાને પણ દૂર રાખે છે. વાસ્તુમાં આવાજ છોડોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેમને લગાવવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે. આ ઘરમાં ખુશાલી લઈને આવે છે. અને પરિવારનાં લોકોનું સ્વાસ્થ્ય પણ ઠીક રાખે છે.

ચમેલી પોતાની સુંગધ માટે જાણીતી છે, એટલું જ નહી વાસ્તુમાં પણ તેનું ઘણું મહત્વ છે. પરિવારની વચ્ચે જો મન-દુખ રહેતું હોય તો એક ચમેલીનો છોડ ઘરમાં લગાવો.

તુલસીનાં છોડનું હિંદુઓમાં ઘણું મહત્વ હોય છે. ઔષધીય ગુણોથી ભરપુર તુલસીમાં નકારાત્મકતા દૂર કરવાની શક્તિ હોય છે. કહેવાય છે બધાજ દેવતા તેમાં વાસ કરે છે.

વાંસનું નાનુ રૂપ પાખવાનું ચલણ થોડા સમયથી ચાલી રહ્યુ છે. ફેંગશૂઈની સાથે સાથે વાસ્તુમાં પણ તેને ઘરમાં રાખવાની સલાહ આપવામાં આવી છે. તેનાંમાં કલેશ દૂર કરવાની ક્ષમતા હોય છે.

કેક્ટસને ઘરમાંરાખવાથી ખરાબ નજર દૂર રહે છે. અને તેની સાથે તેનો ખરાબપ્રભાવ ઘર પર પડતો નથી. એટલા માટે પોતાના ઘરમાં કેક્ટસ જરૂર રાખો.

એલોવેરા ફક્ત સુંદરતામાં જ વધારો નથી કરતુ પરંતુ સૌભાગ્ય પણ લાવે છે. તેને ઘરમાં લગાવવાથી કિસ્મત બદલાઈ જાય છે. એલોવેરાથી ઘરની સજાવટ પણ કરી શકો છો. જો તમે નોકરીમાં મુશ્કેલીનો સામનો કરી રહ્યા છો તો આ છોડને તમારા રૂમમાં રાખવાથી ફાયદો થઈ શકે છે.

READ ALSO

Related posts

Salman khan troll : સલમાન ખાને પહેર્યું ઊંધું માસ્ક, યુઝર્સે કહ્યું- ‘ ક્યારેય માસ્ક ન પહેરતો વ્યક્તિ જ્યારે …’

Vishvesh Dave

VIDEO / નીરજ ચોપરાએ ફરી તેના ડાન્સ મૂવ્સથી લોકોને બનાવ્યા દિવાના, ડાન્સર રાઘવ જુયાલને પણ આપી ટિપ્સ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!