GSTV

કોરોનાકાળમાં સેનિટાઈઝર ખરીદતા સમયે રાખો આ વાતનુ ધ્યાન, આંખોને થઈ શકે છે આ મોટુ નુકસાન

સેનિટાઈઝર

Last Updated on July 22, 2020 by Karan

કોરોના વાયરસ સામેની જંગમાં સેનિટાઈઝર દુનિયાભરમાં પ્રમુખ હથિયાર સાબિત થઈ રહ્યુ છે. સેનિટાઈઝરમાં હાજર આલ્કોહોલ વાયરસને ખતમ કરવામાં મદદગાર સાબિત થઈ રહ્યુ છે, પરંતુ હાલમાંજ અમેરિકાની સરકારી એજન્સીએ તેને લઈને ચેતવણી પણ જાહેર કરી છે. ઘણા સેનિટાઈઝરમાં હાનિકારક આલ્કોહોલ પણ મિક્સ કરવામાં આવી રહ્યુ છે. જેનો તમારા સ્વાસ્થ્ય પર ખૂબ જ ખરાબ પ્રભાવ પડી શકે છે. ફૂડ અન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA)એ તો ત્યાં સુધી પણ કહ્યુ છે કે, તેના વપરાશથી તમારી આંખોની રોશની પણ જઈ સકે છે. દુનિયાભરની બજારોમાં આ સમયે સેનિટાઈઝરની પણ ભારે માગ છે, પરંતુ FDAએ ચેતવ્યા છે કે, કેટલાક સેનિટાઈઝરમાં હાજર એથનોલ (ethyl alcohol) માં મેથાનોલ પણ મળી આવ્યા છે. તેને ‘વુડ આલ્કોહોલ’ના નામથી પણ ઓળખવામાં આવે છે. આ સ્વાસ્થ્યને ગંભીર રૂપથી નુકસાન પહોંચાડી શકે છે. FDAએ એક યાદી પણ બનાવી છે, જેમાં એવા 71 સેનિટાઈઝર્સના નામ છે.

મેથાનોલને લઈને ચેતવણી

આ મહીનાની શરૂઆતમાં જ FDAએ કહ્યુ હતુ કે, સામાન્ય લોકો અને સ્વાસ્થ્યકર્મીઓને મેથાનોલયુક્ત સેનિટાઈઝરનો વપરાશ કરવો જોઈએ નહી. સુરક્ષિત સેનિટાઈઝર્સ માટે FDA સેનિટાઈઝર ઉત્પાદકો અને ચિકિત્સકોની સાથે મળીને કામ કરી રહ્યા છે.

સ્વાસ્થ્યને થઈ શકે છે ગંભીર નુકસાન

ઘણા સ્વાસ્થ્ય વિશેષજ્ઞોએ આ વાતની પુષ્ટી કરી છે કે, ખોટા સેનિટાઈઝર્સના વપરાશથી ઘણા પ્રકારના ખતરા ઉત્પન્ન થઈ શકે છે. ચક્કર આવવા, ઉલ્ટી થવી, શરદર્દ, આંખોની રોશની જવી, આંચકી જેવી સમસ્યાઓ આવી શકે છે. ત્યાં સુધી કે, આ કારણે તમે કોમામાં પણ જઈ શકો છો.

અથનોલ અને મેથાનોલમાં શું સારુ

માનવામાં આવે છે કે, એથનોલ જ એવુ એકમાત્ર આલ્કોહોલ છે, જે અમે કોઈપણ પ્રકારના ગંભીર પરિણામ વગર વપરાશ કરી શકો છો. આ કારણે આવા સેનિટાઈઝના વપરાશની સલાહ આપવામાં આવે છે. જેમાં ઓછામા ઓછા 60 ટકા એથનોલ હોય છે, પરંતુ મેથાનોલ સસ્તુ પડે છે. જેથી ઘણાખરા લોકો તેનો વપરાશ કરે છે, વિચાર્યા વગર કે, તેનો તમારા સ્વાસ્થ્ય પર શું પ્રભાવ પડશે. મેથાનોલના કારણે હેન્ડ સેનિટાઈઝર ખૂબ જ ખતરનાક બની આવે છે.

READ ALSO

Related posts

ખીરની રેસિપી : પિતૃપક્ષ પર ભોગ લગાવવા માટે ખીર છે લોકપ્રિય મીઠાઈ, આજે જ જાણો રેસિપી

Zainul Ansari

અમેરિકા અને ઓસ્ટ્રેલિયા સબમરીન ડીલ પર ઉત્તર કોરિયાના તાનાશાહ લાલઘૂમ, કિમ જોંગ ઉને આપી ધમકી

Zainul Ansari

ફટાફટા ચેક કરો / WhatsApp પર આવી રીતે રિકવર કરી શકો છો ડિલીટ મેસેજ, ખૂબ જ આસાન છે પ્રોસેસ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!