GSTV
Gujarat Government Advertisement

સેકન્ડ હેન્ડ કાર ખરીદતી વખતે આ બાબતોને ધ્યાનમાં રાખો, જેથી પછીથી પસ્તાવું ન પડે, આવી રીતે થાય છે છેતરપીંડી

Last Updated on September 6, 2020 by pratik shah

કાર ખરીદવી એ દરેકનું સ્વપ્ન હોય છે. કેટલાક લોકો નવી કાર ખરીદે છે અને કેટલાક લોકો પૈસાના અભાવે જૂની કારની ખરીદી કરીને પોતાનો શોખ પૂરો કરે છે. જૂની કાર ખરીદતા પહેલા ઘણી વસ્તુઓ ધ્યાનમાં રાખવા જેવી હોય છે. કાર ડીલરો ઘણીવાર લોકોને સેકન્ડ હેન્ડની કારમાં છેતરે છે. સારો પેઇન્ટ, એસી, મ્યુઝિક સિસ્ટમ અને આંતરિક વસ્તુઓથી ગ્રાહકોને આકર્ષિત કરવાનો કાર ડીલર છેતરવા પ્રયાસ કરે છે. જે કારની અન્ય મહત્વની બાબતોનું ધ્યાન રાખતા નથી.

વધું કાર હોય તો સારા ડિલર એવું ન માનો

વધુંકાર ડીલર પાસે હોય તો તે સારો ડિલર છે એવું માનવું નહીં.
ડીલરો સારો રંગ કરીને ખરાબ કાર શોકેસમાં મૂકી દે છે. સારી કાર અને મર્યાદિત સ્ટોક ધરાવતા કોઈની પાસેથી કાર ખરીદો. ઓનનલાઇનમાં ઘણી રીતે ફ્રોડ કરવામાં આવે છે. રૂબરૂંમાં સંપૂર્ણ તપાસ અને સંતોષ પછી જ કાર ખરીદવી. સેકન્ડ હેન્ડ કાર ખરીદતી વખતે, કોઈનો આંધળો વિશ્વાસ ન કરો.

મિકેનિકનું કમીશન નક્કી હોય છે

લગભગ તમામ મિકેનિકનું કમિશન ડીલરો દ્વારા કાર વેચવા પર બંધાયેલું છે. ભલે તમે તમારા મિકેનિકને સાથે લઇ ગયા હોય. તમને ખબર પણ નહીં પડે કે તમારી સાથે છેતરપિંડી કરવામાં આવી છે. તેથી મિકેનિક પર વધારે પડતો વિશ્વાસ ન કરો. વેપારી તમને 30 થી 40 હજારનું ડિસ્કાઉન્ટ આપે છે. વેપારી કારની પ્રશંસા કરે છે, તો પણ તમારે સાવચેત રહેવાની જરૂર છે.

કાર વધારે ચલાવો

ડીલર કારની સારી, સારી વસ્તુઓ બતાવશે. કારને રંગીને ચકચકીત બનાવશે. કારને સારી રીતે તપાસવી જોઈએ. કંપન અથવા અવાજ લાગે છે, તો તેના વિશે વેપારીને પૂછો. કારના એંજિનની યોગ્ય રીતે પરીક્ષણ કરો. 2 – 3 કિ.મી.ની અજમાયશ કરો. જેથી એન્જિન, ગિયરબોક્સને સારી રીતે ચકાસી શકાય. કાર શરૂ કરી બોનેટ ખોલીને જોવું જોઈએ, ધુમાડો નિકળે છે કે કેમ તે તપાસવું જોઈએ. એકવાર કંપનીનો સંપર્ક કરો.

પોલીસ સ્ટેશનમાં તપાસ કરો

કારનો અકસ્માત થયો છે કે નહીં તે જાણી લેવું જોઈએ. ચેસિસ તપાસો. નીચેથી કારની ચેસીસની આસપાસ જુઓ. જો ત્યાં કાર અકસ્માત થયેલી દેખાશે. તમામ કાગળો મેળવ્યા પછી જ કાર ખરીદો. નોંધણી કાર્ડ, પોલીસ સ્ટેશને જઇને તમને ક્રાઈમ રિપોર્ટ મળી શકે છે, કોઈ ગુના સાથે કોઈ સંબંધ નથી, આરટીઓમાં વેરો, વેચાણ પત્ર એ ખૂબ જ મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. તમે આરટીઓમાં જાઓ અને સેલ લેટર પર સહી કરો.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

સંબંધોની હત્યા: જમીન વિવાદમાં પિતા સમાન મોટાભાઈએ કરી નાનાભાઈ ની હત્યા

Pritesh Mehta

Allopathy vs Ayurveda / સુપ્રીમ કોર્ટના શરણે બાબા રામદેવ, તમામ કેસ દિલ્હી ટ્રાન્સફર કરવાની માંગ

Zainul Ansari

6-1નોટિસ કે સહાય વગર જ શરૂ થયું HPCLની પાઈપલાઈનનું કામ, ખેડૂતો થયા પરેશાન

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!