GSTV

ઠંડીની ઋતુમા બાળકોને રાખવા છે શરદી અને ઉધરસથી સુરક્ષિત, કરો આ દેશી ઓસડિયાનું સેવન અને મેળવો ફાયદા

Last Updated on October 21, 2021 by Zainul Ansari

હાલ ધીમે-ધીમે ગુલાબી ઠંડીનું આગમન થઇ રહ્યુ હોય એવુ લાગી રહ્યુ છે. આ ઋતુ એક એવી ઋતુ છે કે, જેમાં બાળકોના સ્વાસ્થ્ય અંગે સૌથી વધુ સાવચેતી રાખવી પડે છે. આ ઋતુ દરમિયાન તાપમાન નીચુ રહેવાના કારણે જીવનશૈલીમા અમુક ફેરફાર કરવા પડે છે, જેથી સ્વાસ્થ્ય સ્વસ્થ અને તંદુરસ્ત રહે. બાળકોની ત્વચા પુખ્ત વયના લોકો કરતા વધુ નાજુક હોય છે તેથી, શિયાળાની ઋતુમા તેની વિશેષ કાળજી લેવી પડે છે. આજે આ લેખમા અમે તમને અમુક એવા દેશી અને ઘરેલુ નુસખાઓ વિશે જણાવીશુ કે, જે આ ઠંડીની ઋતુમા બાળકોના સ્વાસ્થ્યને નિરોગી રાખે. તો ચાલો જાણીએ આ નુસખાઓ વિશે.

આદુ :

ઠંડીની ઋતુમા શરદી અને ઉધરસની સમસ્યાને દૂર કરવા માટે આદુ ખુબ જ લાભદાયી સાબિત થાય છે. વૈજ્ઞાનિક પુરાવા પણ એવુ કહે છે કે, આદુનુ સેવન આપણને કફ અને ગળાની સમસ્યામાં રાહત આપે છે. આ ઉપરાંત તેના નિયમિત સેવનથી હૃદય સાથે સંકળાયેલ બીમારીઓ સામે પણ રક્ષણ મળે છે. શરદી અને ઉધરસની સમસ્યાને દૂર કરવા માટે જો તમે આદુનો ઉકાળો બનાવીને તેનુ સેવન કરો તો તે તમારા માટે ખુબ જ લાભદાયી સાબિત થઇ શકે છે.

મધ :

બાળકોના નિરોગી સ્વાસ્થ્ય માટે મધ ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. ડોકટરોના મય મુજબ બાળક 1 વર્ષનો થાય પછી જ તેને મધ પીવડાવવું જોઈએ. બાળકોને મધ ખવડાવવાથી તેમની રોગપ્રતિકારક શક્તિ મજબૂત થાય છે. આ સિવાય જો બાળક ઉધરસથી પીડાતો હોય તો તેમને સવારે અને સાંજે એક ચમચી મધ સાથે ખવડાવી જોઈએ. મધમાં એન્ટિઓક્સિડન્ટ્સ જોવા મળે છે, જે બાળકોના શરીરમાં બળતરાની સમસ્યા ઘટાડે છે અને તમારા શરીરને પણ મજબૂત રાખે છે.

તુલસી :

તુલસીનું સેવન પણ બાળકોના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે.શરદી-ઉધરસથી માંડીને ઘણા ગંભીર રોગોમાં પણ તુલસી એક અસરકારક દવા છે. તુલસીના બીજ અને પાંદડા સ્વાસ્થ્યના લાભોથી ભરેલા છે. તુલસીના પાનને જીરું સાથે મિક્સ કરી તેને દિવસમાં 3-4 વખત ચાટતા રહો તો તમારી પાચનક્રિયા મજબૂત રહે છે અને તમને ગેસ, અપચોની સમસ્યા થતી નથી.

તુલસી

પીપલી :

પીપલીનું સેવન બાળકોના સ્વાસ્થ્ય માટે ખુબ જ લાભદાયી માનવામાં આવે છે. તેનુ નિયમિત સેવન શ્વસન સાથે સંકળાયેલ સમસ્યાઓથી રાહત આપે છે. આ સાથે જ તે ફેફસાંની પ્રાકૃતિક સફાઈ માટે પણ લાભદાયી સાબિત થાય છે. જો તમે આદુ, મધ અને એક ચપટી પીપળી પાઉડરને હૂંફાળા પાણીમાં મિક્સ કરીને પીવો તો તમને સ્વાસ્થ્ય સાથે સંકળાયેલા અનેકવિધ લાભ મળે છે.

Read Also

Related posts

ઓમીક્રોનના ડર વચ્ચે 6 રાજ્યોને અપાયું એલર્ટ, ફરી વધી શકે છે કોરોના સંક્રમણ

Zainul Ansari

સંયુક્ત કિસાન મોરચા બેઠક કમિટી માટે પાંચ સભ્યોના નામની કરાઈ પસંદગી, અનેક મુદાઓ પર કરશે સરકાર સાથે ચર્ચા

Zainul Ansari

સરહદ પર 94 હજારથી પણ વધારે સૈનિકો થયા તૈનાત, બાઈડને આપી રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને ચેતવણી

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!