GSTV
Home » News » પ્રોપર્ટીની ખરીદી કરતી વખતે આ બાબતોનું ખાસ ધ્યાન રાખો

પ્રોપર્ટીની ખરીદી કરતી વખતે આ બાબતોનું ખાસ ધ્યાન રાખો

પ્રોપર્ટીની ખરીદીમાં દસ્તાવેજ ઘણાં મહત્વના હોય છે. આજે એવા પ્રકારનો મામલા સામે આવે છે કે જેમાં મિલકતની ખરીદીમાં છેતરપિંડી થઇ જાય છે. સામાન્ય રીતે લોકો પોતાના આખા જીવનની આખી કમાણી ઘર, પ્લૉટ અને દુકાનની ખરીદીમાં લગાવી દે છે. એવામાં જો તેમની સાથે છેતરપિંડી થાય તો તેઓ સહન કરી શકતા નથી.

આ બધી બાબતોને ધ્યાનમાં રાખી દિલ્હી પોલીસે એક એડવાઈઝરી જાહેર કરી છે. એવું નથી કે આ સૂચનાઓ દિલ્હીમાં રહેનારા લોકો માટે જરૂરી છે. આ સૂચનાઓ બધાને જાણવી જરૂરી છે.

  • જમીનના માલિક અથવા એજન્સી જેવા ડીડીએ, એલ એન્ડ ડીઓ, નોએડા ઓથૉરીટી, જીડીએ વગેરેથી પ્લૉટના માલિકીની તપાસ કરો.
  • નિર્માણની વાસ્તવિક સ્થિતિ જાણ્યા બાદ પ્રોજેક્ટ સાઈટ/જમીનનું સ્વયં નિરીક્ષણ કરો.
  • દસ્તાવેજો જેવા ભવન નિર્માતા-ખરીદદારનો કરાર, સેલ ડીડ, જીપીએ, એસપીએ, વસીયત વગેરે સાથે સાવધાનીથી આગળ વધો.
  • સહી કર્યા પહેલા પૂર્વ કાયદાકીય વિશેષજ્ઞ પાસેથી સલાહ લો. નોંધણી વગરના/ સહીવાળા દસ્તાવેજો પર વિશ્વાસ ના કરો.
  • લાઈસન્સ/સ્વીકૃત લેઆઉટ અથવા સાઈટ પ્લાન/નકશા અને અન્ય મંજૂરીની તપાસ અથવા ચકાસણી સંબંધિત સિવિક એજન્સીઓ/ટાઉન પ્લાનર્સ પાસેથી કરાવી લો.
  • કોઈ પણ સંપાદન કાર્યવાહીના સંબંધમાં જમીનની સ્થિતિ ભૂમિ અધિગ્રહણ કલેક્ટરના બંધક હેતુ સીઈઆરએસએઆઈ એક્ટની સેન્ટર રજીસ્ટ્રીથી અથવા અન્ય સિવિલ/ક્રિમિનલ મુકદ્દમાની તપાસ કરાવી લો.
  • ખરીદી ફક્ત રજીસ્ટર્ડ સેલ ડીલના માધ્યમથી સહી સાથે માલિકના અંગૂઠા/અંગુઠીની છાપ સાથે કરો.
  • ચૂકવણી હંમેશા માલિકના નામમાં ચેક/ડીડી/આરટીજીએસ અથવા અન્ય બેકિંગ સ્વરૂપોના માધ્યમથી કરો.
  • મૂળ દસ્તાવેજોની સાથે, જમીનની સહીની સાથે અને અંગુઠાની પ્રિન્ટ ચૂકવણીના પ્રમાણ સ્વરૂપ પ્રાપ્ત કરો.
  • અંતિમ ચૂકવણી અને દસ્તાવેજોના અમલ પછી જ વાસ્તવિક કબજો પ્રાપ્ત કરો.

Related posts

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 25 અને 26 ઓક્ટોબરે ફરી આવશે ગુજરાત મુલાકાતે

Mansi Patel

બાયડમાં મતદાન પહેલાં EVM અને VVPATને મતદાન મથકે મોકલવાની પ્રક્રિયા શરૂ

Mansi Patel

વિધાનસભાની 6 બેઠકો પરની ચૂંટણી પહેલાં EVM અને VVPATનું વિતરણ કરાયુ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!