GSTV
Gujarat Government Advertisement

સુશાંત કેસમાં NCBની મદદ કરવા Kangana Ranautએ બતાવી તૈયારી, કહ્યું: મેં બધું જોયું છે, આ શરતે મદદ કરીશ

Last Updated on August 27, 2020 by pratik shah

Kangana Ranautએ કહ્યું છે કે તે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો NCBને મદદ કરવા માટે તૈયારી બતાવી છે અને કહ્યું છે કે સુશાંત સિંહ રાજપૂત મૃત્યુ મામલે ડ્રગ એંગલમાં વધુ પ્રકાશ પાડી શકશે. હવે સુશાંતમાં ડ્રગ એંગલ સામે આવ્યા બાદ Kangana Ranaut પણ સોશિયલ મીડિયા પર મોટો ખુલાસો કરી રહી છે. તે તેના જીવન સાથે જોડાયેલી વાર્તાઓ કહી રહી છે અને બોલિવૂડનું એક અલગ સત્ય પણ જણાવી રહી છે.

સુશાંત

મને કેન્દ્રીય સુરક્ષાની જરૂર : Kangana Ranaut

Kangana Ranautએ NCBની મદદ માટેની તૈયારી બતાવતા ટ્વીટ કરીને લખ્યું છે, “હું નાર્કોટિક્સ બ્યુરોને મદદ કરવા તત્પર છું, પરંતુ મને કેન્દ્રની સુરક્ષાની જરૂર છે, મેં મારી કારકીર્દિ જ નહીં, પરંતુ મારી જિંદગી પણ જોખમમાં મૂકી છે, તે સ્પષ્ટ છે કે બોલિવૂડનું આ સત્ય સુશાંતને પહેલાથી જ ખબર હતી. તે આ દવાઓ વિશે જાણતો હતો અને તેથી જ તેની હત્યા કરવામાં આવી હતી.

Kangana Ranaut

કંગનાએ માંગી સુરક્ષા, ટ્વીટર પર ટ્રેન્ડ

Kangana Ranautએ પોતાના એક અન્ય ટ્વીટમાં કંગનાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમક્ષ પોતાને સુરક્ષા આપવા વિનંતી પણ કરી છે. તેની સાથે જ ટ્વીટર પર #कंगनाराणावतकोसुरक्षादो ટ્રેન્ડ થવા લાગ્યું છે.

નાર્કો ટેસ્ટ કરવામાં આવે તો ઘણા સ્ટાર્સ જેલમાં જાય

Kangana Ranautએ એક ટ્વીટ કરીને સમગ્ર બોલિવૂડ ઇન્ડસ્ટ્રી પર નિશાન સાધ્યું હતું. તેણે દાવો કર્યો છે કે જો નોર્ટીક્સ ટેસ્ટ કરવામાં આવે તો બોલીવુડના ઘણા સ્ટાર્સ જેલમાં જશે. તેણે પોતાની ટ્વિટમાં પીએમઓને પણ ટેગ કર્યા છે.

ફિલ્મી પાર્ટીઓમાં ડ્રગ્સની મોટી માંગ

કંગનાએ ફિલ્મી પાર્ટીઓ અંગે પણ એક મોટું નિવેદન આપ્યું છે. Kangana Ranautએ કહ્યું છે કે ફિલ્મી પાર્ટીઓમાં કોકેઇનનો ઉપયોગ થતો હોય છે. તેના મતે મુજબ આ ડ્રગ્સની સૌથી વધુ માંગ આ ફિલ્મી પાર્ટીઓમાં રહેતી હોય છે.

મારો મેન્ટર કોલ્ડ્રીંકમાં ‘કંઈક’ ભેળવી મને પીવડાવતો

કંગનાએ પોતાનો એક કિસ્સો પણ શેર કર્યો છે. તેણે કહ્યું કે જ્યારે તે સગીર હતી, ત્યારે તેનો એક મેન્ટર તેની કોલ્ડડ્રીંકમાં કંઈક ભેળવી દેતો હતો. કંગનાએ નામનો તો ઉલ્લેખ કર્યો નથી, પરંતુ તેણે ચોક્કસપણે કહ્યું કે આ બોલિવૂડનું સત્ય છે જે દરેકને ખબર નથી.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર
સાથે જ રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર વાંચો ગુજરાત સમાચાર પર

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

ખુશખબર / કોરોના સામેની લડાઈમાં ભારતને મળશે વધુ એક વિદેશી હથિયાર, ફાઇઝરના CEOએ આપી મહત્વપૂર્ણ જાણકારી

Zainul Ansari

મોટા સમાચાર / રાજ્યના શિક્ષણ વિભાગનો મહત્વનો નિર્ણય, 6 લાખ વિદ્યાર્થીઓને થશે ફાયદો

Zainul Ansari

કોરોના: સરકાર દ્વારા ડેલ્ટા પ્લસને ‘વેરિએન્ટ ઓફ કન્સર્ન’ જાહેર કરાયો, દેશમાં 22 દર્દીઓ મળી આવ્યા

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!