ડાયરેક્ટરની હઠના કારણે સુશાંત-સારાની ફિલ્મ ફરી અટવાઇ

સુશાંત સિંહ રાજપૂત અને સારા અલી ખાનની અપકમિંગ ફિલ્મ ‘કેદારનાથ’ ફરી એક વખત મુશ્કેલીમાં મુકાઇ છે. હકીકતમાં આ ફિલ્મના ડાયરેક્ટર અભિષેક કપૂર અને પ્રોડ્યુસર  KriArj એન્ટરટેઇન્મેન્ટ વચ્ચે મતભેદ ચાલી રહ્યાં છે.

સૂત્રોએ જણાવ્યા અનુસાર  KriArj  એન્ટરટેઇન્મેન્ટ અને ટી-સિરિઝનો અભિષેક કપૂર સાથે આર્થિક અને ક્રિએટિવ મતભેદો છે. જો કે અભિષેક માટે આ કોઇ નવી વાત નથી. પ્રોડ્યૂસર્સ સાથે તેમને ભૂતકાળમાં પણ મતભેદ રહ્યાં છે. અગાઉ તેનો ફરહાન અખ્તર, ક્સેલ પ્રોડક્શન, રેખા અને ફિલ્મમેકર અપૂર્વ લખિયા સાથે પણ અણબનાવ થયો હતો.

સૂત્રોએ જણાવ્યું કે અભિષેકના ખરાબ ઇતિહાસને ધ્યાનમાં લેતા કોઇપણ તેની ફિલ્મ ‘કેદારનાથ’ને પ્રોડ્યૂસ કરવા માટે તૈયાર નથી પરંતુ  KriArj  એન્ટરટેઇન્મેન્ટે ટી-સિરિઝને આ  ફિલ્મના મ્યુઝિક, ડિટેઇલ, સેટેલાઇટ અને કેબલ રાઇટ્સ માટે તૈયાર કર્યું. જો કે  KriArj  એન્ટરટેઇનમેન્ટ અને ટી-સિરિઝ અભિષેકની ર્થિક બાબતોમાં હસ્તક્ષેપ અને સમયે કામ પૂરૂ ન કરવાના કારણે નારાજ હતાં. અભિષેકની પ્લાનિંગ યોગ્ય ન હોવાના કારણે ફિલ્મનું બજેટ વધી રહ્યું છે.

સૂત્રોએ વધુમાં જણાવ્યું કે ફિલ્મની રિલિઝ ડેટ નક્કી કરવી પ્રોડક્શનનું કામ હોય છે પરંતુ તેમાં પણ અભિષેકે હસ્તક્ષેપ કર્યો અને પ્રોડક્શન હાઉસની સલાહ લીધા વિના જ તેણે ટ્વિટર પર ફિલ્મની રિલિઝ ડેટ જાહેર કરી દીધી હતી. તેવી પણ માહિતી મળી હતી કે અભિષેકે પ્રોડક્શન હાઉસને સારા અલી ખાન સાતે બીજી ફિલ્મ સાઇન કરવાથી ઇનકાર કરી દીધો હતો. જ્યા સુધી આ વિવાદનો ઉકેલ ન વે ત્યા સુધી કેદારનાથને મોકૂફ રાખવામાં આવી છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter