GSTV
World

Cases
3375127
Active
2872721
Recoverd
391234
Death
INDIA

Cases
110960
Active
109462
Recoverd
6348
Death

કોહલી નહી ટીમ ઇન્ડિયા માટે આ ખેલાડી છે’લકી ચાર્મ’, તેની હાજરીમાં એકપણ મેચ હાર્યુ નથી ભારત

ઓસ્ટ્રેલિયામાં પહલા ટેસ્ટ અને પછી વન ડે સીરીઝ જીત્યા બાદ હવે ન્યૂઝીલેન્ડ સામે પણ ભારતે 10 વર્ષ બાદ સીરીઝ પર કબજો જમાવ્યો છે. ભારતે તેની પહેલાં વર્ષ 2009માં મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટન્સીમાં ન્યૂઝીલેન્ડની ધરતી પર દ્વીપક્ષીય સીરીઝ જીતી હતી. ભારતે પહેલાં ઓસ્ટ્રેલીયા અને પછી ન્યૂઝીલેન્ડમાં સીરીઝ જીતીને અનેક રેકોર્ડ પોતાના નામે કર્યા છે. 2019ની શરૂઆત કેપ્ટન કોહલી માટે શાનદાર રહી પરંતુ ટીમ ઇન્ડિયાનો આ ખેલાડી ભારત માટે ‘લકી ચાર્મ’ સાબિત થયો.

ટીમ ઇન્ડિયાના ખેલાડી કેદાર જાધવને ભારત અને વિરાટ કોહલી બંને માટે લકી ચાર્મ કહેવામાં આવે છે. ઓલરાઉન્ડર ખેલાડી કેદાર જાધવ આઇપીએલ દરમિયાન ઇજાગ્રસ્ત થઇ ગયો હતો. ચે બાદ તેણે શાનદાર વાપસી કરીને ધમાકેદાર પ્રદર્શન પણ આપ્યું.

જો આંકડાઓ પર નજર કરીએ તો જાધવનાન રહેતાં ટીમ ઇન્ડિયાએ ગત 16 વન ડેમાંથી 15માં વિજય મેળવ્યો છે. તેમાંથી 2018માં રમાયેલા એશિયા કપ દરમિયાન અફઘાનિસ્તાન સામે રમાયેલી એક મેચ ટાઇ થઇ હતી. એટલે કે જાધવના રહેતાં ટીમ ઇન્ડિયાએ એક પણ મેચ ગુમાવી નથી.

કેદાર જાધવ જ્યારે પણ મેચ રમ્યો છે ત્યારે તેણે શાનદાર પ્રદર્શન જ આપ્યું છે. જણાવી દઇએ કે કેદાર ઝાદવે પોતાના કરિયરમાં અત્યાર સુધી 52 વન ડે મેચ રમી છે જેમાંથી ટીમ ઇન્ડિયાએ 41માં વિજય મેળવ્યો છે. ઓલરાઉન્ડર તરીકે પણ કેદાર જાધવનું પ્રદર્શન પ્રશંસનીય રહ્યું છે. જાધવે 52 વન ડે મેચમાં 46.05ની સરેરાશથી 967 રન બનાવ્યાં છે. તેણે 4.96ની ઇકોનોમીથી 24 વિકેટ પણ ઝડપી.

Read Also

Related posts

ભાજપના ગીતા રબારી આવ્યા વિવાદમાં, કોરોના પોઝિટીવ મહેમાનો સાથે કરી જન્મદિવસની ઉજવણી

Pravin Makwana

આખરે વિશ્વને દેશી વૈદુ કોરોનામાં કામ આવ્યું, આટલું રોજ કરો તો કોરોના કંઈ બગાડી નહીં શકે

Dilip Patel

લાખોના ડ્ર્ગ્સ કેસમાં 10 જણાને સમન્સ પાઠવ્યુ પણ પારૂલ યુનિ.ની વિદ્યાર્થીને હજી સમન્સ નથી પહોંચ્યું

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!