GSTV
India News ટોપ સ્ટોરી

તેલંગાણા સીએમ કેસીઆરે તેલંગાણા રાષ્ટ્ર સમિતિને બનાવી દીધી ભારત રાષ્ટ્ર સમિતિ, રાષ્ટ્રીય રાજનીતિમાં પ્રવેશનો તખ્તો તૈયાર

તેલંગાણાના મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવ (KCR) એ 2024ની ચૂંટણીઓ પહેલા એક રાષ્ટ્રિય ભૂમિકાની આકાંક્ષા ધરાવતા પોતાની પાર્ટીનું નવું સંસ્કરણ ભારત રાષ્ટ્ર સમિતિને આજે લોન્ચ કરી દીધી છે. કે ચંદ્રશેખ રાવે કહ્યું કે તેલંગાણા રાષ્ટ્ર સમિતિ (TRS) હવે ભારત રાષ્ટ્ર સમિતિ (BRS) છે. મોટા દશેરા લોન્ચમાં કર્ણાટકના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન એચડી કુમારસ્વામી અને ડીએમકેના સાથી થોલ થિરુમાવલવન જેવા મહેમાનો પણ હાજર હતા.

શું કેસીઆર 2024માં મોદીને ટક્કર આપશે?

રાષ્ટ્રીય પાર્ટી લોન્ચ કરતાં કેસીઆરએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ 2024 માં ભાજપ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથએ મુકાબલો કરવા માગે છે. તેણે અનેક વિપક્ષી દળોને પણ પોતાના મિશનમાં જોડાવા આમંત્રણ આપ્યું છે. જણાવી દઈએ કે છેલ્લા એક વર્ષમાં કે ચંદ્રશેખર રાવ બીજેપી વિરુદ્ધ અનેક નિવેદનો આપી ચૂક્યા છે. એવું પણ જોવા મળ્યું કે તેઓ પીએમ મોદીના સ્વાગત માટે એરપોર્ટ પણ નથી જતા.

ક્યારે મળશે રાષ્ટ્રીય પક્ષ તરીકે માન્યતા?

કે ચંદ્રશેખર રાવે બીઆરએસને એક રાષ્ટ્રીય પક્ષ તરીકે જાહેર કર્યો છે, પરંતુ તેની અત્યારે યોગ્યતા નથી. રાષ્ટ્રીય પાર્ટી તરીકેની માન્યતા મેળવવા માટે નવા પક્ષની ઓછામાં ઓછી ચાર રાજ્યોમાં હાજરી હોવી જોઈએ અથવા ચાર રાજ્યો અને ચાર લોકસભા બેઠકોમાંથી કોઈપણમાં 6 ટકા મત મેળવવા જોઈએ. અન્યથા પાર્ટીએ ઓછામાં ઓછા ત્રણ રાજ્યોમાંથી 2 ટકા લોકસભાની બેઠકો જીતવી પડશે.

શું અન્ય રાજ્યોમાં લોકસભા ચૂંટણી લડશે?

ટીઆરએસના નેતા વિનોદ કુમારે કહ્યું કે કોઈપણ પાર્ટી રાષ્ટ્રીય પક્ષ તરીકે નોંધણી કરાવ્યા વિના કોઈપણ પક્ષ ચૂંટણી પંચને જાણ કરીને અન્ય રાજ્યોમાં ચૂંટણી લડી શકે છે, તેથી ટીઆરએસ પણ ચૂંટણી પંચને જાણ કરીને અન્ય રાજ્યોમાં ચૂંટણી લડશે. ટીઆરએસના સૂત્રોના જણાવ્યા અનુસાર, પાર્ટી 2024ની લોકસભા ચૂંટણીમાં અનેક રાજ્યોમાંથી પોતાના ઉમેદવારોને મેદાનમાં ઉતારશે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

સૌરાષ્ટ્ર! વર્ષ 2017ની ચૂંટણીમાં વધુ મતદાનથી કોંગ્રેસને થયો મોટો ફાયદો, જે બેઠક પર ઓછું મતદાન થયું પણ 50 ટકા બેઠકો કોંગ્રેસને ફાળે

pratikshah

આપ નેતા સત્યેન્દ્ર જૈનનો વધુ એક CCTV ફૂટેજ જેલમાંથી સામે આવ્યો, નવા વીડિયોમાં જેલના રૂમની સફાઈ

Padma Patel

બ્રાઝીલની 2 શાળાઓમાં ગોળીબાર: 3નાં મોત, 11થી વધુ ઈજાગ્રસ્ત, મૃતકોમાં 2 શિક્ષક અને 1 વિદ્યાર્થી સામેલ

Kaushal Pancholi
GSTV