વલસાડ બેઠક પર ભાજપે કે.સી.પટેલને વધુ એક વખત ટીકીટ આપી છે. આમ તો વલસાડ બેઠક કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે પરંતુ મોદી લહેરમાં તે વિજયી બન્યા હતા સંસદમાં તેની કામગીરી કેવી રહી આવો જોઈએ. રાજકારણમાં શુકન અપશુકનમાં નેતાઓ વધારે માનતા હોય છે આવા સમયે કહેવાય છે કે વલસાડ બેઠક પર જે પક્ષનો ઉમેદવાર જીતે તેની કેન્દ્રમાં સરકાર બને છે. ૨૦૧૪ દરમિયાન મોદી લહેરમાં કોંગ્રેસનો ગઢ ગણાતી વલસાડ બેઠક ભાજપે આંચકી લીધી હતી. ર૦૧૪માં જીતનારા કે. સી. પટેલને ભાજપે આ વખતે પણ ટિકિટ આપી છે. ત્યારે ગત ટર્મની કેસી પટેલની કામગીરી પર નજર કરીએ તો.
નેતાજીનો હિસાબ
- કે.સી પટેલની સંસદમાં 81 ટકા હાજરી
- કે.સી.પટેલે પુરી ટર્મમાં એક પણ પ્રશ્ન પુછ્યો નથી.
- પાંચ વર્ષ દરમિયાન માત્ર એક જ ચર્ચામાં ભાગ લીધો છે.
- આમ તો દરેક સાંસદને રપ કરોડ જેટલી ગ્રાન્ટ મળતી હોય છે ત્યારે જોઇએ કે. સી. પટેલે તેમની ગ્રાન્ટનો કેટલો ઉપયોગ
- કર્યો.
કેટલી ગ્રાન્ટ વાપરી?
- સાંસદ દ્વારા 26.32 કરોડનાં કામોની ભલામણ કરવામાં આવી હતી.
- સાંસદની ભલામણ સામે 25.31 કરોડનાં કામો મંજૂર થયા હતાં.
- ગ્રાન્ટમાંથી 23.15 કરોડ એટલે કો 90.61 ટકાનો ઉપયોગ કરાયો હતો.
નસીબવંતી ગણાતી આ બેઠક પર કે.સી.પટેલ માટે આ વખતની લોકસભાની ચૂંટણી આસાન નથી. આ વખતની ચૂંટણીમાં કોંગ્રેસે કે. સી. પટેલ સામે પડકાર ઉભો કર્યો છે.
READ ALSO
- કોણ હતા ઓશો, જાણો શું હતા પ્રેમ સંબંધો પર તેમના વિચારો
- અમદાવાદ / ખાલિસ્તાનીઓએ આપેલી ધમકી કેસમાં સાયબર ક્રાઇમ બ્રાંચને વધુ એક સફળતા, મહારાષ્ટ્રમાં ઝડપી પાડ્યું ગેરકાયદે ટેલિફોન એક્સચેન્જ
- પિગમેન્ટેશન / હોઠની ઉપરના ભાગની કાળાશને દૂર કરવા માટે ઘરેલુ ઉપચાર છે શ્રેષ્ઠ
- પાનના આ નુસખા અજમાવો, પૈસાનો વરસાદ થવા લાગશે, વાંચો પાનના કેટલાક ઉપાય
- જો તમારો જન્મ ઓક્ટોબરમાં થયો હોય તો કંઈક આવી રીતે હોય છે તમારું વ્યક્તિત્વ