GSTV
Home » News » KBCના ઇતિહાસનો સૌથી Funny એપિસોડ, Big B પણ રોકી ન શક્યાં હસી

KBCના ઇતિહાસનો સૌથી Funny એપિસોડ, Big B પણ રોકી ન શક્યાં હસી

કૌન બનેગા કરોડપતિની 10 સિઝન શરૂ થઇ ગઇ છે અને આ શૉના હૉસ્ટ તથા મેગાસ્ટાર અમિતાભ બચ્ચન સામે હૉટ સીટ પર એક એવી  કન્ટેસ્ટન્ટ વી જેના કારણે કૌન બનેગા કરોડપતિનાં સેટ પર સવાલ-જવાબની જગ્યાએ હાસ્ય અને ગમ્મત થઇ. આવી કલ્પના કોઇએ ભાગ્યે જ કરી હોય. પણ સવાલ-જવાબના સિલસિલા વચ્ચે ૧૮ સપ્ટેમ્બરની રાત્રે KBC ના એપિસોડમાં ઘણો જ મજેદાર રહ્યો. લોકોની ગમ્મત કરનારા અમિતાભ બચ્ચન ખુદ આ વખતે નિશાના પર હતાં. મહાનાયક પણ તેને હસી હસીને એન્જોય કરી રહ્યાં હતાં. આ સીઝનમાં પહેલી વખત એવું થયુ કે કંટેસ્ટંટની એન્ટ્રી થતા જ સેટ પર હાસ્ય રેલાઇ ગયુ.

ખરેખરમાં KBC ના સેટ પર પહોંચેલી શોમા ચૌધરીની મસ્તી અને બિન્દાસ ટિપ્પણીઓથી અમિતાભ પણ દ્યણાં જ રોમાંચિત થઇ ગયા. તેમણે આવતા બિગ બીની બોલતી એમ કહીને બંધ કરી દીધી કે, હું આપનાંથી હાથ જ નહીં મેળવું, પણ ગળે પણ પડીશ’ તો સેટ પર હાજર સૌ કોઇ શોમાજીની બિન્દાસ વાતોનાં કાયલ થઇ ગયા.

અમિતાભે શોમાને શાંત કરાવવાનો પ્રયાસ કરતા કહ્યું કે, આપ આપનાં પતિને પ્રેમ નથી કરતી કે શું? આ સવાલનો શોમાંએ ખુબજ શાનદાર જવાબ આપ્યો. તેમણે બિગ બીને કહ્યું કે, આપ ચિંતા ન કરે. મેરે પતિ જાનતે હે કી મે ઉનકી મિસિઝ હું.. ઉનહે પતા હૈ મે આપકી ઔર ધર્મજી કી ફેન હુ’

શોમાની વાતો સાંભળીને દર્શકોએ પણ અમિતાભ બચ્ચનને રિકવેસ્ટ કરી કે શોને રોકો નહીં. બિગ બીએ પણ કહ્યું કે, મારુ મન કરે છે કે શોમાજીની સાથે બેસીને વાતો કરતો રહું. દેવી આપ ધન્ય છો. અમિતાભની સાથે શોમાની વાતચીત દરમિયાન ઓડિયન્સ પણ ખુબજ હસતી દેખાતી હતી. ઓડિયન્સમાં શોમાનાં પતિ પણ હાજર હતા.

Related posts

વોરનું ‘જય જય શિવ શંકર’ સોન્ગ થયું રિલીઝ, જેમાં ઋત્વિક ટાઈગરને ઝાંખો પાડતો દેખાયો

Dharika Jansari

સવારે-સવારે પટૌડી પેલેસમાંથી લટાર માણવા નીકળ્યાં સૈફ-કરીના, લોકોનાં ટોળેટોળાં ઉમટી પડ્યાં જોવા

NIsha Patel

કરીના કપૂરને અડધી રાતે ફોન કરીને આ શખ્સે કહ્યુ….એ છોકરી….કમર લચકાવ…

Bansari
Do NOT follow this link or you will be banned from the site!