GSTV
Home » News » KBC 11: રજીસ્ટ્રેશન પ્રક્રિયા માટે અમિતાભ બચ્ચને પૂછ્યો પહેલો સવાલ

KBC 11: રજીસ્ટ્રેશન પ્રક્રિયા માટે અમિતાભ બચ્ચને પૂછ્યો પહેલો સવાલ

સ્મોલ સ્ક્રિનનો સૌથી ચર્ચિત રિયાલિટી ક્વિઝ શો કૌન બનેગા કરોડપતિની 11 મી સિઝન માટે અમિતાભ બચ્ચને પહેલો સવાલ જનતાને પુછ્યો છે. એક વીડિયોમાં અમિતાભ બચ્ચને પહેલો સવાલ પૂછ્યો છે અને તેનો સાચો જવાબ આપીને તમે રજીસ્ટ્રેશન પ્રક્રિયા તરફ પહેલું પગલું ભરી શકો છો. સોની ટીવીના વેરિફાઈડ ટ્વિટર હેન્ડલ પર વીડિયો રજૂ કરાયો છે. આ સવાલનો સાચો જવાબ તમને રજીસ્ટ્રેશનના પહેલાં ચરણને પાર કરવામાં મદદ કરશે.

 સંસકૃતમાંથી ઉત્પન્ન થયેલા આમાથી કયા નામનો અર્થ “સ્વાગત કરવું” થાય છે?

  • A – નચિકેત
  • B – અભિનંદન
  • C – નરેન્દ્ર
  • D – મહેન્દ્ર

વીડિયોના કેપ્શનમાં સોની ટીવીએ લખ્યુ છેકે, હવે તમારી અને હૉટસીટ વચ્ચે દૂરી નહી રહે, કારણકે શરૂ થઈ ગયુ છે આ સવાલથી કેબીસી રજીસ્ટ્રેશન. આ રહ્યો આ સવાલનો રજીસ્ટ્રેશનનો પહેલો સવાલ. રજીસ્ટ્રેશન કરવા માટે ડાઉનલોડ કરો સોની લિવ. તમને જો આ સવાલનો સાચો જવાબ આવડતો હોય તો તમારે એસએમએસ દ્વારા તેનો જવાબ આપવાનો છે. નહીતો તમે સોની લિવ એપ્લિકેશન દ્વારા તેનો જવાબ આપી શકો છો. આ સવાલોનો સાચો જવાબ આપવા માટે ગુરૂવાર રાતે 9 વાગ્યા સુધીનો જ સમય છે. જો તમે સાચો જવાબ આપ્યો તો તેને અમાન્ય જાહેર કરવામાં આવશે. જો તમે કેબીસીમાં ભાગ લેવા ઈચ્છતા હોવ તો સાચો જવાબ તમને હૉટસીટ સુધી પહોંચાડી શકે છે.

READ ALSO

Related posts

વિક્રમ લેન્ડર મામલે આવી નવી ખુશખબર, અમેરિકાએ આપ્યા આ સમાચાર

Mansi Patel

‘વિવાદિત જમીન પર શિયા મસ્જિદ હતી’ સુપ્રીમમાં અયોધ્યા મામલે શિયા વક્ફ બોર્ડ દ્વારા દલીલ

Bansari

ના પાડવા છતાં સંભોગ પહેલા પતિ એ વસ્તુ કરતો હતો જેની કોઈ સ્ત્રીને ઈચ્છા નથી હોતી

Mayur
Do NOT follow this link or you will be banned from the site!