GSTV
World

Cases
4695119
Active
5476311
Recoverd
516128
Death
INDIA

Cases
226947
Active
359860
Recoverd
17834
Death

19 વર્ષ પહેલા આ વ્યક્તિએ KBCમાં જીત્યા હતા 1 કરોડ, હવે બન્યા ગુજરાતના આ શહેરના એસપી

KBC

ટેલીવૂડના સૌથી સફળ શૉમાં સામેલ અને અમિતાભ બચ્ચનની લોકપ્રિયતાના માપદંડ સમાન કૌન બનેગા કરોડપતિ (KBC)માં 20 વર્ષ અગાઉ આ છોકરો 14 વર્ષની નાની વયે એક કરોડ રૂપિયા જીત્યો હતો. આ છોકરો અત્યારે આઇપીએસ બની ગયો છે અને મંગળવારે ગુજરાતના એક શહેરનો એસપી એટલે કે પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ બની ગયો છે.

પોરબંદર શહેરના જિલ્લા પોલીસ અધિક્ષકનો પદભાર સંભાળ્યો

આ છોકરાનું નામ છે ડૉ. રવિ મોહન સૈની. તેમણે મંગળવારે પોરબંદર શહેરના જિલ્લા પોલીસ અધિક્ષક (પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ)નો પદભાર સંભાળ્યો છે. વર્ષ 2001માં રવિએ કૌન બનેગા કરોડપતિ જૂનિયરની સિઝન દરમિયાન તમામ સવાલોનો સાચો જવાબ આપીને એક કરોડ રૂપિયા જીત્યા હતા.

2014માં યુપીએસસીની પરીક્ષા પાસ કરી હતી

રવિ મોહન સૈનીએ વર્ષ 2014માં યુપીએસસીની પરીક્ષા પાસ કરી હતી અને ગુજરાત કેડરના આઈપીએસ અધિકારી બન્યા હતા. હાલ 33 વર્ષની વય ધરાવતા અને પોરબંદરના પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ સૈની અગાઉ રાજકોટમાં ડીસીપી તરીકે કાર્યરત હતા. તેઓ એક સૈનિક પરિવારમાંથી આવે છે.

રવિ મોહન સૈની મૂળે રાજસ્થાનના અલવરના છે

રવિ મોહન સૈની મૂળે રાજસ્થાનના અલવરના છે. તેમના પિતા નૌકાદળના સેવાનિવૃત્ત અધિકારી છે. રવિએ એમબીબીએસનો અભ્યાસ પૂર્ણ કરીને સાથે સાથે યુપીએસસીની પરીક્ષા પણ પાસ કરી છે. પિતાના પોસ્ટિંગને કારણે તેમણે સ્કૂલનો અભ્યાસ આંધ્રપ્રદેશમાં વિશાખાપટનમ સ્થિત નૌકાદળની પબ્લિક સ્કૂલમાં કર્યો હતો.

જ્યારે 19 વર્ષ અગાઉ રવિ 10મા ધોરણમાં હતો, ત્યારે પહેલી વાર કૌન બનેગા કરોડપતિ જૂનિયરમાં આવ્યો હતો. આ શૉમાં અમિતાભ બચ્ચને પૂછેલા તમામ સવાલોનો સાચો જવાબ આપીને એક કરોડ રૂપિયા જીત્યો હતો.

Read Also

Related posts

ગાંધીનગર : ગૃહ વિભાગના મુખ્ય અધિક સચિવ થયા હોમ કોરોન્ટાઇન

Nilesh Jethva

લક્ઝરી કારની કિંમત કરતા પણ વધારે 1 ઈન્સ્ટા પોસ્ટથી કમાય છે આ ભારતીય ક્રિકેટર

Mansi Patel

705 કરોડના નાણાકીય ગોટાળા માટે GVK ગ્રૂપના પિતા-પુત્ર સામે CBIએ કસ્યો ગાળિયો

Arohi
Do NOT follow this link or you will be banned from the site!