GSTV
Home » News » KBCમાં કરોડપતિ બનનારી મહિલાની છે આ દર્દનાક કહાની, 15 વર્ષથી પતિની જુએ છે રાહ

KBCમાં કરોડપતિ બનનારી મહિલાની છે આ દર્દનાક કહાની, 15 વર્ષથી પતિની જુએ છે રાહ

બૉલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન કે નાના પરદા પર ચાલતો શો ‘કોન બનેગા કરોડપતિ’ સિઝન 10 દર્શકોને ખુબ જ ગમે છે. આ સિઝનમાં અત્યાર સુધી જેટલા પણ સ્પર્ધક આવ્યા છે એમાથી કોઈ પણ 50 લાખના સવાલ પર પોતાની બાજી નથી મારી શક્યાં. પરંતુ અસમની રહેવાસી બિનીતા જૈન આ આંકડો પાર કરી ગઈ એટલું જ નહીં પણ આ શોની પ્રથમ કરોડપતિ પ્રતિસ્પર્ધી પણ બની ગઈ છે. 1 કરોડ રૂપિયા જીત્યા પછી બિનીતા જૈને જીંદગીના સંઘર્ષને પણ શોમાં કહ્યો હતો.

બિનીતા જૈને જણાવ્યું કે વર્ષ 2003થી પોતે એકલાં જ જીવન વિતાવી રહ્યા છે. આગળ કહ્યું કે 2003 માં તેમના પતિ એક બિઝનેસ ટ્રીપ પર ગયા હતા પરંતુ પછી તે ક્યારેય પાછા નથી આવ્યા. પછી ખબર પડી કે તેમના પતિને ત્રાસવાદીઓએ અગવા કરી લીધાં હતાં. બધા પ્રયત્નોનાં અંતે તેમણે પતિની લગભગ એકાદ વર્ષ સુધી રાહ જોઈ પણ તેઓ પાછા ન આવ્યા. ત્યારબાદ બાળકોને ટ્યુશન શીખવવાનું શરૂ કર્યું. તેઓએ 7 બાળકોથી ટ્યુશન શીખવવાનું શરૂ કર્યું હતું. આજે તે લગભગ 125 બાળકોને ટ્યુશન શીખવે છે.

એ જોવું ખૂબ જ રસપ્રદ છે કે બિનિતાએ 1 કરોડ રૂપિયા કેવી રીતે જીત્યા, કેમ કે બિનીતા જૈન એ 10માં સિઝનની પહેલી સ્પર્ધક છે કે જેણે 1 કરોડ જીત્યાં છે. શોના પ્રિમીયરમાં બતાવ્યું કે બિગ બી હવે બિનીતાને 7 કરોડનો પ્રશ્ન પૂછશે. બિનીતા આ પ્રશ્નનો જવાબ આપશે કે નહીં, એ તો શો ટેલિકાસ્ટ થાય પછી જ ખબર પડે.

Related posts

વર્ષો સુધી ફિલ્મોથી દુર હતી આ એક્ટ્રેસ, લગ્ઝરી કાર છોડી ઓટોમાં સફર કરતા દેખાઈ

Kaushik Bavishi

યુવકને ફસાવીને પહેલા બનાવ્યા શારીરીક સંબંધ, પછી વિડીયો બનાવીને કર્યું એવું કે…

GSTV Desk

22 વર્ષની યુવતીને થયો પ્રેમ, 6 વખત સેક્સ કર્યા બાદ ખ્યાલ આવ્યો કે…

Mayur
Do NOT follow this link or you will be banned from the site!