GSTV

KBC-12ના પહેલા એપિસોડમાં જ સુશાંતસિંહ રાજપૂત અંગે પુછાયો સવાલ

ટીવી પરના સૌથી લોકપ્રિય શો કૌન બનેગા કરોડપતિ (KBC-12)નો પ્રારંભ થઈ ગયો છે. આ શોની 12મી સિઝનનો પ્રારંભ થઈ ગયો છે. 2000ની સાલમાં આ શોનો પ્રારંભ થયો હતો આમ તેને 20 વર્ષ પણ થયા છે.

શો માટે બચ્ચન સજ્જ

કોરોના વાયરસની મહામારીને કારણે સમસ્યા તો ઘણી આવી છે તેમ છતાં બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન અને આ KBC-12ના મેકર્સે અથાગ પ્રયાસો કરીને શોનું પ્રસારણ શરૂ કરી દીધું છે. ખુદ અમિતાભ બચ્ચન અને તેમના પરિવારજનોને પણ કોરોના થયો હતો અને તેમને હોસ્પિટલમાં જવું પડ્યું હતું. તેમ છતાં આ KBC-12માટે તેઓ સજ્જ છે.

KBC-12

આરતી જગતાપ KBCના પ્રથમ સ્પર્ધક

કૌન બનેગા કરોડપતિમાં આ વખતે પહેલી સ્પર્ધક આરતી જગતાપ રહી છે. તેણે છ લાખ 40 હજાર રૂપિયા જીત્યા હતા. આરતીએ સવાલ અધૂરો રાખી દીધો હતો. જે સવાલ પર આરતીએ ગેમ છોડવાનો નિર્ણય લીધો તે સવાલ હતો કે દૂરબીનની શોધ કોણ કરી હતી ? પરંતુ આરતી આ સવાલના જવાબમાં દુવિધામાં હતી.

આ વખતના શોનો પહેલો પ્રશ્ન દેશના વર્તમાન સંજોગો પર આધારિત હતો. ફાસ્ટેસ્ટ ફિંગર ફર્સ્ટમાં 2020ની આ ઘટનાઓને ક્રમમાં ગોઠવવાની હતી. જેમાં નમસ્તે ટ્રમ્પ, જનતા કર્ફ્યુ, ચક્રવાત અમ્ફાન અને ભારતમાં લોકડાઉનનો સમાવેશ થતો હતો. માત્ર 6.83 ટકા લોકો જ આ સવાલનો જવાબ આપી શકયા હતા.

ત્યાર બાદ અમિતાભ બચ્ચન હોટ સીટ પર આવીને બેઠા હતા અને તેમણે બોલિવૂડના સદગત અભિનેતા સુશાંતસિંહ રાજપૂત પર સવાલ કર્યો હતો. તેમણે સુશાંતની ફિલ્મ દિલ બેચારાનું સોંગ સંભળાવીને પૂછ્યું હતું કે કઈ એકટ્રેસ આ ફિલ્મ દ્વારા બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું છે. જેનો જવાબ હતો સંજના સિંહ.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

VIP રોડ પર VIP નેતાઓનો અકસ્માત/ મુખ્યમંત્રીની ગાડીના કાફલાનો પૂર્વ મુખ્યમંત્રીની ગાડીના કાફલા સાથે થયો અકસ્માત

Pravin Makwana

ગુજરાત માટે આવ્યા સારા સમાચાર, બે દિવસમાં અમદાવાદની આ હોસ્પિટલમાં ટ્રાયલ માટે આવશે કોરોના વેક્સિન

Nilesh Jethva

17 વર્ષના ઈતિહાસમાં પહેલી વાર દિલ્હીમાં પડી આટલી ઠંડી, દેશના આ વિસ્તારોમાં પણ પડશે ભયંકર ઠંડી

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!