GSTV
Gujarat Government Advertisement

કેબીસીમાં બિગ બીએ બાળ ઠાકરે સાથેની મુલાકાતનો કિસ્સો સંભળાવ્યો, સાથે જયા બચ્ચન પણ હતી

Last Updated on November 21, 2020 by Pravin Makwana

કૌન બનેગા કરોડપતિ (કેબીસી)ના કર્મવીર એપિસોડમાં અમિતાભ બચ્ચને શિવસેનાના સુપ્રીમો બાળાસાહેબ ઠાકરે સાથે તેમની એક મુલાકાતનો કિસ્સો સંભળાવ્યો હતો. અમિતાભ બચ્ચને કહ્યું હતું કે ઘણી વાર લોકો મને પૂછતા હોય છે કે આખરે બાળ ઠાકરે અને તમારા સંબંધો કેવા હતા. આમ કહીને બિગ બીએ તેમના અને બાળ ઠાકરે વચ્ચેની મુલાકાતની વાત કરી હતી.


બિગ બીએ કહ્યું હતું કે લગ્ન બાદ મને બાળ ઠાકરેએ બોલાવ્યો હતો. હું અને જયા તેમને મળવા ગયા હતા. અમે ત્યાં ગયા તો જયાજીની આરતી ઉતારવામાં આવી હતી. ત્યારથી મારો અને બાળાસાહેબ ઠાકરેનો સંબંધ મજબૂત બની ગયો હતો.


આ શોના સ્પર્ધક અનુરાધા ભોંસલે અને નાગરાજ મંજૂલેને બાળ ઠાકરે સાથે સંબંધિત એક સવાલ પૂછવામાં આવ્યો હતો. આ સવાલના જવાબ બાદ અમિતાભ બચ્ચને શિવસેનાના સ્થાપક બાળ ઠાકરે અને તેમની વચ્ચેની મુલાકાત તથા બંને વચ્ચેના સંબંધો વિશેની વાત કરી હતી.સવાલ એ હતો કે બાળ ઠાકરે પર આધારિત ફિલ્મ બની હતી ઠાકરે જેમાં ખુદ બાળ ઠાકરેનો રોલ કયા અભિનેતાએ નિભાવ્યો હતો. આ સવાલનો જવાબ હતો નવાઝુદ્દીન સિદ્દિકી.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અમદાવાદ સહિતના શહેરોમાં આ બાઇકનો છે જબ્રો ક્રેજ, માત્ર બે કલાકમાં તમામ બાઇક વેચાઇ ગઈ

Zainul Ansari

બોલીવુડની આ હસ્તીઓ ક્રિપ્ટોકરન્સીમાં લેશે તેની ફી, આવું કરવા વાળા ભારતના પહેલા કલાકાર

Vishvesh Dave

હાથવગું હથિયાર: એસિડિટી અને પેટ સંબંધિત સમસ્યાઓ ચપટી વગાડતા થઈ જશે ગાયબ, આવી રીતે કરો મસાજ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!