GSTV
Home » News » KBC 10: આ કન્ટેસ્ટંટની માતા ક્યારેક કરણ જોહરના ઘરે કરતી હતી કામ, દીકરાએ જીત્યા 12.50 લાખ

KBC 10: આ કન્ટેસ્ટંટની માતા ક્યારેક કરણ જોહરના ઘરે કરતી હતી કામ, દીકરાએ જીત્યા 12.50 લાખ

કોન બનેગા કરોડપતિ 10ના ગત સોમવારે પ્રસારિત થયેલા ઍપિસોડમાં મહારાષ્ટ્રના દિપક ભોંદેકરને હોટ સીટ પર બેસવાનો મોકો મળ્યો.

દીપકની કહાણી જ્યારે સ્ક્રીન પર આવી તો દર્શકો આ જોઈને ભાવુક થઈ ગયા. નિમ્ન મધ્ય વર્ગીય પરિવારમાંથી આવતા દીપકે જણાવ્યું કે તેના પરિવારે કેટલી મુસબીતોનો સામનો કર્યો છે. શો દરમ્યાન અમિતાભ બચ્ચન સાથે દીપકે શેર કર્યુ કે તેની માતા કરણ જોહરના ઘરે કુક (જમવા બનાવનાર) તરીકે રહી ચૂકી છે.

દીપકે કહ્યું કે પિતા ઘર ચલાવવા માટે ઓટો રિક્ષા ચલાવે છે જ્યારે માતા પાપડ બનાવવાનું કામ કરે છે. શો દરમ્યાન દીપકની માતાએ કહ્યું કે દીપક ભણતો હતો ત્યારથી જ તે કામમાં મદદ કરતો હતો. દીપકના વીડિયોમાં તેની માતા કહે છે કે દીપક ભણવાની સાથે સાથે એક દિવસમાં 27 કિલો પાપડ પણ બનાવી લેતો હતો. દીપકની માતાની આ વાત સાંભળીને હાજર સૌ કોઈ ભાવુક થઈ ગયા હતાં.

શો દરમ્યાન દીપકે જણાવ્યું કે તેની માતા ફિલ્મમેકર કરણ જોહરના ઘરે કુક તરીકે કામ કરી ચૂકી છે. દીપકે અમિતાભ બચ્ચનને કહ્યું કે જ્યારે તમારી ફિલ્મ અગ્નિપથનું શૂટિંગ ચાલી રહ્યું હતું ત્યારે મારી માતા કરણ જોહરના ઘરે જમવાનું બનાવવાનું કામ કરતી હતી. કરણ સરના ઘરે બે વર્ષ માએ કામ કર્યુ.

શરૂઆતથી જ દીપક સમજદારીપૂર્વક સવાલોના સાચા જવાબ આપી આગળ વધ્યો અને શોમાં તેણે પોતાના નામે 12,50,000 કરી લીધા છે. આજે (18 સપ્ટેમ્બર) તે 25 લાખ રૂપિયા માટે આગળ રમશે.

Related posts

યુપીનાં સોનભદ્રનાં પર્વતોમાંથી અદભૂત ખજાનો મળ્યો, ગોલ્ડ સહિત અન્ય ધાતુઓ પણ મળી આવી

pratik shah

Mahashivratri 2020: મહાશિવરાત્રિના દિવસે જો ભોળાનાથને પ્રસન્ન કરવા છે, તો આટલા કામ અવશ્ય કરો

Pravin Makwana

કોંગ્રેસના કંગાળ પ્રદર્શનને લઈ અધ્યક્ષ પર અનેક સવાલ, એપ્રિલ સુધીમાં રાહુલ ગાંધીની વાપસી થવાની શક્યતા

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!