ગત 18 ફેબ્રુઆરીના રોજ ચેન્નાઈ ખાતે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 14મી સીઝન માટે ઓક્શન થયું હતું. ત્યાર બાદ સોશિયલ મીડિયામાં એક યુવતીની ચર્ચાએ ખૂબ જ જોર પકડ્યું છે. તે ફ્રેન્ચાઈઝી ટીમ સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH)ના કેમ્પમાં બેઠી હતી. ટીવી સ્ક્રીનથી લઈને મોબાઈલ સ્ક્રીન સુધી દરેક જગ્યાએ તેની તસવીરો વાયરલ થઈ હતી.

નામ શું છે તેનું?
જાણવા મળ્યા મુજબ આ યુવતીનું નામ કાવ્યા મારન છે. તે SRH ટીમના માલિક કલાનિથી મારનની દીકરી છે. આના પહેલા પણ કાવ્યાની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી.

જો કે, આ વખતે તો લોકો તેને સોશિયલ મીડિયા પર નેશનલ ક્રશ જાહેર કરી રહ્યા છે. લોકો ટ્વીટર પર કાવ્યાની ઝલક ખૂબ જ શેર કરી રહ્યા છે.

SRHના ખેલાડીઓ
ઓક્શન બાદ સનરાઈઝર્સ હૈદરાબાદ ટીમના ખેલાડીઓના નામ આ પ્રમાણે છે. ડેવિડ વોર્નર (કેપ્ટન), કેન વિલિયમસન, જૉની બેયરેસ્ટો, મનીષ પાંડે, શ્રીવત્સ ગોસ્વામી, ઋદ્ધિમાન સાહા, પ્રિયમ ગર્ગ, વિજય શંકર, અભિષેક શર્મા, અબ્દુલ સમદ, વિરાટ સિંહ, મિચેલ માર્શ, જેસન હોલ્ડર, મોહમ્મદ નબી, રાશિદ ખાન, શાહબાજ નદીમ, ભુવનેશ્વર કુમાર, ટી નટરાજન, સંદીપ શર્મા, ખલીલ અહમદ, સિદ્ધાર્થ કૌલ, બેસિલ થામ્પી, કેદાર જાધવ, મુજીબ ઉર રહમાન, જગીશ સૂચિત.
Read Also
- યુવાનો આનંદો/ ગુજરાતમાં 20 લાખ બેરોજગારોને મળશે નોકરી, બજેટમાં રૂપાણી સરકારે કરી આ મોટી જાહેરાત
- કોરોના કાળમાં સરકારનું ફોકસ આરોગ્ય પર વધુ, બજેટમાં ફાળવ્યા 11 હજાર કરોડ
- “સશક્ત મહિલા સુપોષિત ગુજરાત”, નીતિનભાઈએ ગુજરાતની મહિલાઓનો પણ બજેટમાં રાખ્યો ખાસ ખ્યાલ, 361 કરોડ વધારે ફાળવ્યા
- કર્ણાટકમાં ‘જારકી’ ફસાયા સીડી કાંડમાં, વીડિયોમાં મંત્રી મહિલા સાથે મળ્યા જોવા : વિપક્ષ આક્રમક મૂડમાં
- બજેટ / ગુજરાતને પાણીદાર બનાવશે રૂપાણી સરકારની આ યોજનાઓ, 13,600 ગામડાઓને શુદ્ધ પાણી મળશે