GSTV

પાકિસ્તાન સામેની મેચ પહેલા હરમનપ્રિતે જે કર્યું, તેનાથી તમારી છાતી 56 ઇંચની થઇ જશે

Last Updated on November 13, 2018 by Mayur

મેદાનમાં ખેલાડીની સ્પોર્ટસમેનશિપ વારંવાર જોવા મળતી હોય છે. જેના કારણે ખેલાડીનું તેના જ નહીં વિરોધી દેશની નજરોમાં પણ સન્માન વધી જાય છે. એમાં પણ વાત જ્યારે ભારતીય ટીમના ખેલાડીની હોય તો સ્પોર્ટસમેનશિપના ઉદાહરણો તો વારંવાર મળતા હોય છે. કંઇક આવું જ ઉદાહરણ ભારત અને પાકિસ્તાનની મેચ દરમિયાન જોવા મળ્યું. અને આ ઉદાહરણ આપનારી ખેલાડી ભારતની મહિલા કેપ્ટન હરમનપ્રિત કૌર છે.

મેચની શરૂઆત પહેલા ભારત અને પાકિસ્તાનની ટીમ રાષ્ટ્રગાન ગાવા માટે મેદાનમાં ઉતરી. ત્યારે તેમની સાથે બાળકો હતા. હરમનપ્રિતની સાથે એક બાળકી હતી. હરમનને લાગી રહ્યું હતું કે આ બાળકી અસ્વસ્થ છે. એટલે તેણે રાષ્ટ્રગાનની શરૂઆત પહેલા જ તેને પકડી રાખી હતી. જેથી રાષ્ટ્રગાનની વચ્ચે બાળકી પડી ન જાય. જેવું ભારતનું રાષ્ટ્રગાન પૂર્ણ થયું કે હરમનપ્રિતે તેને છોડી નહીં, પણ તેને ઉંચકી તુરંત જ હેલ્પ માગી. જેના કારણે સ્ટેડિયમમાં ઉપસ્થિત હરમનપ્રિતના ફેન્સ ખુશ થઇ ગયા.

જણાવી દઇએ કે ભારત હાલ T-20 મહિલા વર્લ્ડ કપ રમી રહ્યું છે. જેમાં ગત્ત મેચમાં જ ન્યૂઝિલેન્ડ સામે હરમનપ્રિતે આતિશબાજી સમાન પારી રમી ન્યૂઝિલેન્ડને ધોળા દિવસે તારા બતાવી દીધા હતા. હરમનપ્રિતને આ મેચમાં પેટમાં દુખતું હતું એટલે રન દોડી શકે તેવી સ્થિતિમાં તે બિલ્કુલ નહોતી. જેના પરિણામે તેણે મેદાનમાં ચોગ્ગા છગ્ગા ફટકારવાની શરૂઆત કરી. જેનું પરિણામ એ આવ્યું કે ભારત ન્યૂઝિલેન્ડ જેવી મજબૂત ટીમ સામે જીતી ગયું હતું.

આ મેચમાં ભારતીય ટીમે પહેલા ટોસ જીતી પાકિસ્તાનને પહેલી બેટીંગ આપી હતી. પાકિસ્તાને 7 વિકેટના નુકસાન પર 137 રન બનાવ્યા હતા. જે લક્ષ્યાંકને ભારતીય ટીમે 3 વિકેટ ગુમાવી પાર પાડી દીધું હતું.

READ ALSO 

Related posts

વાયરલ વીડિયો / સ્ત્રી પર આવ્યું મોર્ડર્ન ભૂત! તાંત્રિકને જે પણ કહ્યું તે સાંભળીને તમે પણ થઇ જશો લોટપોટ

Vishvesh Dave

C-295 ડીલ આત્મનિર્ભર ભારત અભિયાનને આપશે પ્રોત્સાહન, આ ભારતીય કંપની કરશે દેશમાં જ 56 એવરો ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટનું નિર્માણ

Pritesh Mehta

એક બેટા ઐસા ભી / માતા નજીક રહે એટલા માટે મંદિરમાં સ્થાપિત કરી મૂર્તિ, પોતે લખી આરતી: હવે ‘ગીતા કી ક્લાસ’ની તૈયારી

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!