GSTV
Home » News » KBC 2018 : અમિતાભ બચ્ચન ફરી બનાવશે કરોડપતિ, અહીં કરો રજીસ્ટ્રેશન

KBC 2018 : અમિતાભ બચ્ચન ફરી બનાવશે કરોડપતિ, અહીં કરો રજીસ્ટ્રેશન

આમ આદમીને કરોડપતિ બનાવતા ભારતના સૌથી મોટા ટેલિવિઝન શૉ ‘કૉન બનેગા કરોડપતિ’ ફરીથી તમને કરોડપતિ બનવાની સોનેરી તક આપવા આવી રહ્યો છે. સુપરસ્ટાર અને કેબીસીના હોસ્ટ અમિતાભ બચ્ચન આ શૉની 10મી સીઝન સાથે આવી રહ્યાં છે. શૉની સત્તાવાર ઘોષણા ટૂંક સમયમાં કરવામાં આવે તેવી શક્યતા છે. અગાઉ કેબીસીની શરૂઆત ઘરેબેઠા જીતો જેકપોટ સાથે થતી હતી, જેમાં દરરોજ 1 લાખ રૂપિયા જીતવાની તક મળશે.

સૂત્રોએ જણાવ્યું કે કૌન બનેગા કરોડપતિ સીઝન 10ની શરૂઆત ઓગસ્ટ અને સપ્ટેમ્બર વચ્ચે થશે. ટૂંક સમયમાં હૉટ સીટ પર બેસવા માટે ઑડિશન શરૂ થઇ જશે. ત્યાં સુધી લોકોએ ઘરે બેઠા સવાલના જવાબ આપવાની તક મળી રહી છે. આ સવાલ તમને લખપતિ બનાવી દેશે.

ઘરે બેઠા જેકપોટમાં ભાગ લેવા માટે kbc-sonyliv.in વેબસાઇટ પર હોમ ઑપ્શન સાથે આપવામાં આવેલા Ghar Baithe Jeeto Jackpotના ઑપ્શન પર ક્લિક કરવાનું રહેશે. સાચા જવાબ પર ક્લિક કર્યા બાદ નીચે આપવામાં આવેલા બ્લૉક્સમાં યુઝરે પોતાની વિગતો આપવાની રહેશે. આ સાથે જ નામ, ઇ-મેઇલ આઇડી, ફોન નંબર અને સ્થાનની વિગતો આપવાની રહેશે.

કેબીસી સીઝન 10ની હૉટ સીટ પર બેસવા માટે સત્તાવાર વેબસાઇટ kbc.sonyliv.com પર જઇને રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. ફૉર્મને ધ્યાનથી ભરીને સબમિટ બટન પર ક્લિક કરવાનું રહેશે.

Related posts

ભારતનાં પાડોશી દેશે સર્વોચ્ચ ઉંચાઈ પર આયોજીત કર્યો ‘ફેશન શો’, રચ્યો ઈતિહાસ….

pratik shah

રોડ પર પડેલા ઘાયલની મદદ ન કરતા કોર્ટે બે શખ્સને પાંચ વર્ષની સજા ફટકારી

Pravin Makwana

Bigg Boss 13: શહનાઝ ગિલનાં ભાઈએ કહ્યું એવું કે, ઘરમાં મચ્યો હંગામો

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!