GSTV

ભીખ માંગીને વિતાવ્યું હતું જીવન, હિંમતથી 200 ગામની 2 લાખ મહિલાઓને આ રીતે બનાવી ચૂકી છે આત્મનિર્ભર

કોન બનેગા કરોડપતિના શુક્રવારે આવનારા કર્મવીર એપિસોડ બધાને પ્રેરિત કરે છે. સમાજ માટે કંઈક સારું કરવાની શીખ આપે છે. આ એક એપિસોડમાં દેશ એવા મહાન લોકોને મળે છે જેણે ના ફક્ત સમાજ સેવા કરી છે પરંતુ કેટલાય લોકોની જિંદગીને હંમેશા માટે બદલી નાંખી છે. આ શુક્રવારે કર્મવીર એપિસોડમાં પદ્મશ્રી ફૂલ બાસન દેવી આવનાર છએ. છત્તીસગઢમાં પોતાના કામથી લાખો મહિલાઓને આત્મનિર્ભર બનાવનારી ફૂલ બાસન યાદવ હવે અમિતાભ બચ્ચનને પોતાના સંઘર્ષ બાબતે જણાવશે. ચેનલ દ્વારા આ એપિસોડના કેટલાય પ્રોમો રજૂ કરાયા છે. આ એપિસોડમાં ફૂલ બાસન સાથે એક્ટ્રેસ રેણુકા શહાણે પણ જોવા મળશે. તે આ ગેમમાં તેની મદદ કરવા આવશે.

ફૂલ બાસને લાખો મહિલાઓની જિંદગી હંમેશા માટે બદલી નાંખી

ફૂલ બાસન યાદવની વાત કરવામાં આવે તો તેના લગ્ન નાનપણમાં કરી દેવામાં આવી હતી. તેને ઘણાં સમય સુધી તકલીફોનો સામનો કરવો પડ્યો હતો પરંતુ તેમણે આ મુશ્કેલીઓથી હાર ન માની, પરંતુ પોતાના ગામની જ તમામ મહિલાઓને એકઠી કરીને એક નવી મુહિમની શરૂઆત કરી. છત્તીસગઢમાં બલમેશ્વરી જનહિતકારી સમિતિનું ગઠન કરીને ફૂલ બાસને લાખો મહિલાઓની જિંદગી હંમેશા માટે બદલી નાંખી.

દરેકના બે રૂપિયા જમા કરીને શરૂઆત કરી હતી

ફૂલ બાસનના જણાવ્યા મુજબ શરૂઆતના દિવસોમાં, તેણે બધી મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે દરેકને બે રૂપિયા જમા કરીને શરૂઆત કરી હતી. બાદમાં તેને બેંક તરફથી નાની લોન અપાવી અને તેને 11 મહિનામાં ચુકવણી કરવાની ટેવ પણ પડાવી. ફૂલ બાસનનું માનવું છે કે જે મહિલાઓ પોતે નોકર તરીકે કામ કરતી હતી તે હવે એક રીતે માલિક બની છે. ક્યારેક ભીખ માંગીને જીવન જીવનારી ફૂલ બાસન યાદવે આજે 200 ગામની બે લાખ મહિલાઓને આત્મનિર્ભર બનાવી ચૂકી છે. તેના સન્માનમાં રેણુકા શહાણેએ કહ્યું કે તમે પણ મને પ્રેરણા આપી છે. મારે પણ સમાજ માટે કંઈક કરવું છે.

પદ્મશ્રી સહિત ઘણા એવોર્ડો પોતાના નામે કર્યા

પરંતુ સમય જતાં, ફૂલ બાસન યાદવની આ ઝુંબેશ ભારત સરકારના ધ્યાનમાં આવી. તેની ઓળખ મહિલા સશક્તિકરણ સાથે જોડી દેવામાં આવી. તેમણે માત્ર સમાજ માટે દાખલો જ બેસાડ્યો એટલું જ નહીં, પરંતુ ઘણી સ્ત્રીઓને આત્મનિર્ભર બનાવવાનો પ્રયાસ કર્યો છે. તેમણે પદ્મશ્રી સહિત ઘણા એવોર્ડો પોતાના નામે કર્યા છે.

મોટાભાગની મહિલાઓ ગુલાબી રંગની પહેરે છે સાડી

ફૂલ બાસન યાદવની સંસ્થામાં જેટલી પણ મહિલાઓ કામ કરે છે તે મોટે ભાગે ગુલાબી રંગની સાડી પહેરે છે. આનું કારણ સમજાવતાં તે કહે છે જેમ કાંટાઓ વચ્ચે ગુલાબ વધે છે, તેવી જ રીતે આ મહિલાઓનો વિકાસ થયો છે. બીજી બાજુ ગુલાબની પાંખડીઓ આ મહિલાઓ જેવી જ છે જેઓ તેમના કાર્યથી આખા સમાજને સુગંધ પ્રસરાવવાનું કામ કરી રહી છે.

કેબીસીમાં જીતેલા પૈસાથી ગરીબ બાળકોને ભણાવશે

ફૂલ બાસન યાદવે એક ન્યૂઝ પોર્ટલને આપેલા ઇન્ટરવ્યુમાં જણાવ્યું છે કે તે કેબીસીમાં જીતેલા પૈસાથી ગરીબ બાળકોને ભણાવશે. તેણીનું આશ્રમ બનાવવાનું સપનું પણ છે જ્યાં વિધવા મહિલાઓ રાખી શકાય છે, જ્યાં તેમને સશક્તિકરણ માટે કાર્ય કરી શકાય છે.

READ ALSO

Related posts

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહમદ પટેલ નિધન બાદ પરિવાર માટે શું મૂકીને ગયા, આટલી છે સંપત્તિ

Karan

બળાત્કારના આરોપી તરીકે પુરવાર થનારને નપુંસક બનાવી દેવાશે, ભારતનો પડોશી દેશ ઘડી રહ્યો છે કાયદો

Karan

મુંબઇ પોલીસે રિપબ્લિક ટીવીના માલિકોને ‘મોસ્ટ વોન્ટેડ’ ગુનેગારોની યાદીમાં મૂકયા, 1400 પાનાની ચાર્જશીટ કરાઈ

Karan
Do NOT follow this link or you will be banned from the site!