GSTV
Home » News » કેબીસીમાં કમ્પ્યૂટરે પૂછેલા સવાલ પર અમિતાભે કહ્યું, શરમ નથી આવતી!? જાણો શું છે પ્રશ્ન

કેબીસીમાં કમ્પ્યૂટરે પૂછેલા સવાલ પર અમિતાભે કહ્યું, શરમ નથી આવતી!? જાણો શું છે પ્રશ્ન

કોન બનેગા કરોડપતિના શુક્રવારના એપિસોડમાં એવું થયું કે જે મોટાભાગે આ શોમાં જોવા નથી મળતું. અમિતાભ બચ્ચને પ્રેમથી ભરેલી નારાજગી બતાવી અને કહ્યું, તમીઝ નહીં હૈ આપકો? હોટ સીટ પર બોલિવૂડ એક્ટ્રેસ સાક્ષી તંવર અને સમાજસેવક શ્યામ સુંદર પાલીવાલા બેઠા હતા.

બંનેએ ત્રીજા સવાલનો સાચો જવાબ આપીને 3000 રૂપિયા જીતી લીધા અને તેમને ચોથા સવાલનો જવાબ આપવાનો હતો. અમિતાભ જ્યારે 5000 રૂપિયા માટે આગલો સવાલ પૂછવા જઈ રહ્યા હતા ત્યારે કોમ્પ્યૂટર સ્ક્રીન પર તેની ફિલ્મ સાથે જોડાયેલો જ સવાલ પૂછવામાં આવ્યો હતો.

એ સવાલ હતો કે, સોન્ગના કયા ભાગમાં પત્ની કેવી હોવી જોઈએ તે કહેવામાં આવ્યું છે? આ સવાલ પહેલી વાર વાંચતાં જ પહેલીવાર અમિતાભના મોંમાંથી નિકળી ગયું, ‘હે ભગવાન’. અમિતાભે કોમ્પ્યૂટરને જયારે સોન્ગ સંભળાવાની વાત કરી અને સાથે કહ્યું કે મને ડર લાગી રહ્યો છે.

કમ્પ્યૂટરે અમિતાભની ફિલ્મ લાવારિસનું સોન્ગ ‘જિસકી બીવી લંબી’ ચલાવ્યું જેના પછી અમિતાભે કહ્યું, શું કરવા અમને શરમમાં નાખી રહ્યા છો. તમને જરાય શરમ નથી આવતી? તેના પછી અમિતાભે સોન્ગની કહાની પણ શું હતી તેની વાત સેટ પર કરી હતી.

Read Also

Related posts

સુરસામ્રાજ્ઞી લતા મંગેશકરની તબિયતમાં થઈ રહ્યો છે સુધારો, રવિવારે બ્રીચકેન્ડી હોસ્પિટલમાં કરાયા હતા દાખલ

Mansi Patel

ન સિગરેટ, ન શરાબ, ગબ્બરને હતી આ વસ્તુની લત, સેટ પર લઈ આવ્યા હતા ભેંસ

NIsha Patel

અલીબાબા : 1 સેકન્ડ, 1 મીનિટ અને 1 દિવસના વેચાણના આંક કેટલાય દેશોની જીડીપી બરાબર

Arohi
Do NOT follow this link or you will be banned from the site!