GSTV

આ રીતે રણબીરની પત્ની બનતા બનતા રહી ગઈ કેટરિના કૈફ!

Last Updated on July 16, 2018 by

આજે કેટરિના પોતાનો 34મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહી છે. કેટરિના પોતાના પરિવાર સાથે જન્મદિવસ ઉજવી રહી છે ત્યારે કેટરિનાને સંજય દત્તની ફિલ્મમાં એક રોલ મળવાનો હતો તેવા રિપોર્ટ સામે આવી રહ્યા છે.

રિપોર્ટ અનુસાર, સંજૂ ફિલ્મમાં સંજય દત્તની પત્ની માન્યતા દત્તના રોલ માટે કેટરિના કૈફને કાસ્ટ કરવાની હતી. રાજકુમાર હિરાની અને સંજય દત્ત પોતે ઈચ્છતો હતો કે માન્યતાનો રોલ કેટરિના કરે.

રણબીર કપૂરની પણ ઈચ્છા હતી કે કેટરીનાને આ રોલ મળે. જો કે શૂટિંગ શરુ થાય તે પહેલા જ રણબીર અને કેટરિનાનું બ્રેકઅપ થઈ ગયું. ત્યારપછી આ ડીલ ફાઈનલ ન થઈ અને રોલ દિયા મિર્ઝાને મળી ગય હતો.

રણબીર અને કેટરિનાએ અજબ પ્રેમ કી ગજબ કહાની, જગ્ગા જાસૂસ અને રાજનીતિ જેવી ફિલ્મમાં સાથે કામ કર્યું છે. રાજનીતિના શૂટિંગ વખતથી તેમની લવસ્ટોરી શરૂ થઈ ગઇ હતી. 2014માં બન્ને લિવ રિલેશનમાં રહ્યા હતા.

બે વર્ષ લિવ ઈન રિલેશનમાં રહ્યા પછી 2016માં બન્ને અલગ થઈ ગયા હતા. કહેવામાં આવે છે કે કેટરિનાને રણબીર અને દીપિકાની દોસ્તી પસંદ નહોતી અને ઋષિ કપૂર અને નીતૂ કપૂર કેટરિનાને પસંદ કરતા નહોતા.

Related posts

ભ્રષ્ટાચાર / નીતિનિયમોને નેવે મૂકી વિકાસ કામો કર્યાનો આક્ષેપ, સરકારી યોજનાઓમાં થઈ રહી છે મોટાપાયે ગેરરીતી

GSTV Web Desk

Health Tips / કોવિડ-19માંથી સાજા થયા પછી ન કરો આ મોટી ભૂલ, નબળાઈ અને થાક નહીં છોડે પીછો

Vishvesh Dave

શેરબજાર માટે નોન ઇવેન્ટ પૂરવાર થશે બજેટ! સરકાર આ ક્ષેત્રો પર કરશે ધ્યાન કેન્દ્રિત

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!