બોલિવુડની એક્ટ્રેસ કેટરિના કૈફએ દીપિકા પાદુકોણ, પ્રિયંકા ચોપરા અને ફાતિમા સના શેખને સોશ્યલ સાઇટ પર ટ્રોલથી બચવા માટે એક સૂચન આપ્યુ છે. કેટરિનાએ કહ્યુ કે, ”ઇમાનદારી થી કહુ તો સોશ્યલ સાઇટ પર ટ્રોલ કરનાર લોકો અને ટ્રોલિંગથી લઇને મારો એક જ વિચાર છે કે તમે સોશ્યલ મીડિયા પરથી મળતી હકરાત્મકતા અને લોકોના સારા વિચારોનું ગ્રહણ કરો. નકરાત્મક વાતોથી દૂર રહો. સોશ્યલ સાઇટમાં થતી ક્રિટિસિઝમ પર ધ્યાન ન આપો. હું આ જ રીતે સોશ્યલ મીડિયાથી ડીલ કરી રહી છૂં.”
કેટરિના કૈફે આગળ કહ્યુ કે, ”તમારે ક્રિટિસિઝમને ઇગ્નોર કરવુ પડશે. તમને આ જ સોશ્યલ મીડિયાની મદદથી તમારા માટે સારુ વિચારતા અને તમને સપોર્ટ કરનારા લોકો પણ મળે છે. તમારા કામને લઇને ફીડબેક અને મહત્વપૂર્ણ જાણકારીઓ પણ મળી જાય છે.”
જ્યારે બોલિવુડના હેન્ડસમ એક્ટર રણબીર કપૂરે સોશ્યલ મીડિયા ટ્રોલિંગ વિશે કહ્યુ, ”હું આ મામલા એટલું જ કહીશ કે હું સોશ્યલ મીડિયા પર છું જ નહી, મને લાગે છે સોશ્યલ મીડિયા તમારા માઇન્ડને કન્ફૂયઝ કરે છે તેનાથી તમારું ધ્યાન કામથી ભટકે છે.”
હાલમાં ‘દંગલ’માં પોતાની એક્ટિંગથી લોકોમાં ચર્ચામાં રહેનારી ફાતિમા સના શેખ પોતાના સ્વીમ સ્યૂટ પોસ્ટને કારણે ખૂબ જ ટ્રોલ થઇ રહી છે જ્યારે દીપિકા મેક્સિમ મેગેઝીન માટે કરાયેલા ફોટોશૂટમાં પોતાના ડ્રેસને કારણે સોશ્યલ મીડિયામાં ચર્ચામાં છે. થોડા સમય પહેલા પ્રિયંકા ચોપરાએ સોશ્યલ સાઇટ પર PM મોદીની સાથે એક ફોટો શૅર કર્યો હતો જેમાં તેના પગ ખુલ્લા હતા, જેના કારણે તે પણ લોકોના ટ્રોલનું શિકાર બની હતી.