GSTV

શું થયું જ્યારે કેટરીના કૈફ અને વિકી કૌશલ એક કેમરામાં થયા કેદ, જુઓ Video

કેટરીના

Last Updated on July 17, 2020 by

એક એવોર્ડ સમારંભમાં કેટરીના કૈફની વાત પૂરી થયા બાદ પોતાનો વારો આવે તેની રાહ જોઈ રહેલા વિકી કૌશલનો એક થ્રો બેક વીડિયો (Video) ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે. તેમાં કેટરીના કૈફ મીડિયા સાથે વાત પૂરી કરે તેની વિકી કૌશલ રાહ જોતો નજરે પડે છે. બંને વચ્ચે કેટલાક સમયથી ડેટિંગની અફવા ચાલી રહી છે.  વિકી અને કેટરીનાને અવારનવાર એક સાથે જ કોઈ ઇવેન્ટ પર આવતા જતા જોવા મળે છે. આથી જ પ્રશંસકોને પાપારાઝી દ્વારા લેવાયેલા ફોટો પણ પસંદ આવતા હોય છે.

એક સાથે બન્ને કેમરામાં થયા હતા કેદ

બોલિવૂડની આ જોડીને ફેન્સ આવકારી રહી હોય તેમ લાગે છે. વિકીનો આ વીડિયો એ પુરવાર કરે છે કે તે સજ્જન વ્યક્તિ છે.  ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર વિકી અને કેટરીનાના ફેન પેજ પર શેર કરાયેલા આ વીડિયોમાં બંનેને એક સાથે કેમેરામાં કેદ કરવામાં આવ્યા છે. તેમાં વિકી એક તરફ ઉભો છે અને કેટરીના મીડિયા સમક્ષ બાઇટ આપી રહી છે. આ સમયે વિકી સૌજન્યપૂર્વક પોતાનો વારો આવે તેની પ્રતિક્ષા કરી રહ્યો છે.

કેટરિના સવાલના જવાબ આપી રહી છે અને….

કેટરીના પત્રકારોના સવાલના જવાબ આપી દે છે ત્યાર બાદ વિકી ઇવેન્ટમાં હાજર થાય છે. એવામાં પત્રકારો વિકીને કાંઇક પૂછવા જાય છે તો તે કહે છે કે પહેલા તેમને તેમની વાત પૂરી કરી લેવા દો. આ વિનમ્રતા જ પુરવાર કરી દે છે તે વિકી સજ્જન વ્યક્તિત્વ ધરાવે છે.

Read Also

Related posts

Salman khan troll : સલમાન ખાને પહેર્યું ઊંધું માસ્ક, યુઝર્સે કહ્યું- ‘ ક્યારેય માસ્ક ન પહેરતો વ્યક્તિ જ્યારે …’

Vishvesh Dave

VIDEO / નીરજ ચોપરાએ ફરી તેના ડાન્સ મૂવ્સથી લોકોને બનાવ્યા દિવાના, ડાન્સર રાઘવ જુયાલને પણ આપી ટિપ્સ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!