ZERO: અનુષ્કા કરતાં નાનો રોલ હોવા છતાં કેટરિનાએ શા માટે કરી ફિલ્મ? એક્ટ્રેસે કર્યો ચોંકાવનારો ખુલાસો

શાહરૂખાન, અનુષ્કા શર્મા અને કેટરીના કૈફ સ્ટારર ફિલ્મ ઝીરો ક્રિસમસ વિકમાં એટલે કે ૨૧ ડિસેમ્બરે રીલીઝ થવાની છે. ઝીરો મુવીને આનંદ એલ રાયે નિર્દેશિત કરી છે. આ મુવીમાં કેટરીનાનો કિરદાર ગ્લેમરસ છે. ટ્રેલરમાં અનુષ્કા-શાહરૂખનો કિરદાર મજબુત નજર આવી રહ્યો છે. પરંતુ કેટરીના એવા જ રોલ નિભાવી રહી છે, કે તેને પહેલાની ફિલ્મમાં જ જોયેલી હોય. ચર્ચા એની છે કે મુવીમાં કેટરીનાનો રોલ અનુષ્કા કરતા ઓછો છે.

ઓછી સ્ક્રીન સ્પેસ મળવા છતાં કેટરિનાએ શા માટે ફિલ્મ સાઇન કરી? કેમ તે સેકંડ રોલ કરવા માટે તૈયાર થઇ ?વાતચીતમાં કેટરીનાએ જણાવ્યું કે મને ખબર હતી કે મારો રોલ (બબીતા કુમારી) અનુષ્કાની સરખામણીમાં ઓછી સ્ક્રીન સ્પેસ આપી છે. એટલે જ તે શરૂઆતમાં ફિલ્મ સાઈન કરવા માટે વિચારતી હતી. પરંતુ ત્યાર બાદ તેણે આશા રાખીને આ રોલ નિભાવવાનું નક્કી કર્યું.

ખબરો અનુસાર, મુવીમાં કેટરીનાનો રોલ માત્ર ૨૫ મીનીટનો છે. પરંતુ તેનો રોલ સારો અને સરપ્રાઈઝીંગ હશે. “મને લાગી રહ્યું છે કે તમારે આ ફિલ્મ ટોટેલીટીમાં જોવી જોઈએ. આનંદ સર અને શાહરૂખ ખાનને વિશ્વાસ હતો કે આ કિરદાર મારા માટે વધારે મહત્વપૂર્ણ છે.

તાજેતરમાં જ શાહરૂખ ખાને મૂવીનું નવું પોસ્ટર રજુ કર્યું છે. જેમાં તે ચીમ્પેનજી સાથે બેઠેલો નજર આવી રહ્યો છે. તેણે ઝીરોના નવા કિરદારને રજુ કર્યો છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter