GSTV
World

Cases
4905972
Active
6582226
Recoverd
549401
Death
INDIA

Cases
269789
Active
476378
Recoverd
21129
Death

કેટરિનાના મગજ પરથી પ્યારનું ભૂત ઉતરી ગયું, ફરી સલમાન આવ્યો મદદે

રણબીર કપૂર સાથે બ્રેકઅપ થતાં જ કેટરિનાના મગજ પરથી પ્યારનું ભૂત ઉતરી ગયું. એ દરમિયાન તેને ફરી પોતાની કારકિર્દી ધ્યાનમાં આવી અને ત્યારે સલમાન ફરી તેનો મસીહા બન્યો. તેણે કેટરિનાને ફટાફટ ટાઇગર ઝિન્દા હૈ માં કામ અપાવ્યું . એ પછી આમિર સાથે ઠગ ઓફ હિંદુસ્તાન અનેે શાહરૂખ સાથે ઝીરો કરી પરંતુ કોઇ સારું પરિણામ આવ્યું નહીં. કેટરિનાના નામ પર તેને બોલીવૂડના માંધાતાઓ ફિલ્મ આપી શકે તેવી સ્થિતિ હવે રહી નથી.

ઝીરોનો રોલ પણ ફાયદાકારક ન રહ્યો

કેટરિનાને એમ હતું કે આમિર અને શાહરૂખ ની ફિલ્મો મોટા ભાગે સફળ જ થતી હોય છે. તેથી તે પણ લાભ લેવા માટે આ ફિલ્મમાં નાના રોલ કરવા તૈયાર થઇ એ પણ તેને સલમાનની ભલામણથી જ મળ્યા હતા. પરંતુ આ બન્ને ફિલ્મોએ બોક્સ ઓફિસ પર ખાસ ઉકાળ્યું નથી. તેથી કેટરિનાને આ ફિલ્મો કરીને કોઇ લાભ થયો નથી. આ ફિલ્મો નિષ્ફળ જવાથી આમિર અને શાહરૃખના સ્ટારડમ પર કોઇ ફરક પડયો નથી. પરંતુ કેટરિના ફક્ત રૃપિયા જ મેળવી શકી છે નામ નહીં.

નાના રોલ માટે કેટરિનાએ હા પાડી તે જોઇને સહુને આશ્ચર્ય થયું

કેટરિનાને આમિર ખાનની ઠગ્સ ઓફ હિંદુસ્તાન પણ સલમાનની ભલામણથી જ મળી હતી. આ ફિલ્મમાં તેના ફક્ત  બે-ત્રણ સીન અને બે ગીતો હતા. દર્શકોએ પણ કેટરિનાની મજાક ઉડાવી હતી. આટલા નાના રોલમાટે કેટરિનાએ એટલે હા પાડી હતી કે ફિલ્મની સફળતામાં તેની પણ નોંધ લેવાશે પરંતુ તેમ બન્યું નહીં.  ફિલ્મ ઝીરો સાથે પણ આમ જ બન્યું. શાહરૂખ ખાન સાથેની ફિલ્મ પણ તેને સલમાનની મહેરબાનીથી જ મળી. ઝીરો પણ તેનો રોલ બહુ ટૂંકો હતો. આવડા નાના રોલ માટે કેટરિનાએ હા પાડી તે જોઇને સહુને આશ્ચર્ય થયું છે.

Related posts

કેરળ સોનાની દાણચોરી મામલે હવે NIA કરશે તપાસ, સ્વપ્ના સુરેશે માંગ્યા આગોતરા જામીન

pratik shah

‘જો ન્યૂડ ફોટા નહીં મોકલે તો…’ સગીરાને બ્લેકમેલ કરી વારંવાર શારીરિક સંબંધો બાંધ્યાં અને…

Bansari

વડોદરામાં કોરોનાએ મચાવ્યો હાહાકાર: આટલા નવા કેસ, એમ.ડી.ફિઝિશિયન સહિત 5 પોઝિટિવ દર્દીઓના મોત

Bansari
Do NOT follow this link or you will be banned from the site!