હું પાકિસ્તાની છોકરી તો નહીં જ બનુ, એમ કહીને કેટરિનાએ ફિલ્મ છોડી દીધી

લાંબા સમય સુધી રેમો ડી’સુઝાની આગામી ફિલ્મ ‘સ્ટ્રીટ ડાન્સર 3’ને લઈને એ ખબર સામે આવતી હતી કે કેટરિનાએ ફિલ્મ છોડી દીધી છે અને એવું કારણ છે કે તેણી ‘ભારત’ નાં શૂટિંગમાં વ્યસ્ત છે. પરંતુ હવે આ બાબતને લઈને કેટલીક અલગ માહિતી સામે આવી રહી છે.

બોલીવુડ લાઈફ માં પ્રકાશિત, અહેવાલમાં જણાવ્યા અનુસાર “સ્ટ્રીટ ડાન્સર 3 ‘માં કેટરીના કૈફ કામ ન કરવાનું કારણ સલમાન ખાનની ફિલ્મ ભારત નથી. પરંતુ તેઓનું વ્યક્તિગત કારણ હતુ. બોલીવુડ લાઇફનાં સુત્રોએ કહ્યું કે, કેટરિના કૈફને જે પાત્ર ઓફર થયું હતું તે એક પાકિસ્તાની ડાન્સર હતી. કેટરિના ફિલ્મમાં પાકિસ્તાની નૃત્યાંગનાની ભૂમિકા ભજવવા ન માંગતી હતી. આ કારણોસર, તેમણે ફિલ્મ છોડી દીધી હતી. હવે એવી જાણકારી મળી રહી છે કે આ રોલમાં શ્રધ્ધા કપૂર જોવા મળશે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter