GSTV

રણબીર સાથે બ્રેકઅપ પછી કેવી હતી કેટરિનાની સ્થિતિ, પહેલી વાર જણાવ્યું તેણે…

બોલિવૂડના એક્ટર રણબીર કપૂર અને આલિયા ભટ્ટના રિલેશનશિપની ચર્ચા વારંવાર થતી હોય છે. બંને ઘણી વાર ડિનર ડેટ પણ જતા અને સાથે સમય પસાર કરતાં પણ જોવા મળે છે. આલિયા પહેલા રણબીરનું નામ દીપિકા અને કેટરિના સાથે જોડાયેલું હતું. હમણાં જ કેટરિનાએ ભારત ફિલ્મના પ્રમોશનમાં બતાવ્યું કે રણબીર સાથે બ્રેકઅપ પછી બહુ જ ખરાબ સ્થિતિ હતી મારી. ભારતના પ્રમોશન વખતે કેટરિનાએ તેના અંગત જીવન સાથે જોડાયેલી વાત કરી જેથી તે વધુ લાઈમલાઈટમાં રહી હતી.

તેના અને રણબીરના બ્રેકઅપને લઈને કહ્યું કે, દિલ તૂટ્યું ત્યારે પર્સનલી અને પ્રોફેશનલી ઘણા બધા બદલાવ આવ્યા હતા. રિલેશનશિપ પૂરી થયા પછી પોતાના માટે વિચારવા અને સમજવા પર મજબૂર થઈ હતી. જે થવાનું હતું એ થઈ ગયું અને તેના પાછળ કારણ પણ હોય છે. બાર બાર દેખો ફિલ્મની વાત કરતાં કેટરિનાએ કહ્યું કે, જયારે થાઈલેન્ડ જવા માટે ફ્લાઈટમાં બેઠી હતી ત્યારે મગજમાં અલગ અલગ વિચાર આવી રહ્યા હતા.

તમે કોઈ વાત પર બહુ દુખી હોવ ત્યારે તે તમને અંદરથી હેરાન કરે છે. તે બહુ ખરાબ હતું, મને આશ્ચર્ય થાય છે કે કોઈ તમને મુશ્કેલીમાં મૂકી શકે છે. તે સમયે ઘણું શીખી અને માણસ કેવી રીતે કામ કરે છે તે પણ સમજાવાની કોશિશ કરી. ઘણી વાતો ઉદાસ કરે છે, પરંતુ હવે બધું બરાબર છે.

કેટરિનાએ કહ્યું કે એક વાર યોગા ટીચરે મને પૂછ્યું કે બધું બરાબર છે? તે તો સમયે હું પોતાની જાતને રોકી ના શકી અને આંખમાંથી આંસુ આવવા લાગ્યા. તેની અને રણબીર વચ્ચે રિલેશનશિપ હતી. જોકે બંને ઘણાં સમય સુધી લિવ-ઈનમાં પણ રહ્યા હતા, પરંતુ તે હવે અલગ થઈ ગયા છે. કેટરિના પહેલા રણબીર દીપિકાને પણ ડેટ કરી ચૂક્યો છે.

ઘણા ઈન્ટરવ્યૂ દરમિયાન દીપિકાએ બતાવ્યું છે કે રણવીરના ગયા પછી તેની હાલત પણ કેવી થઈ ગઈ હતી. કેટરિના છેલ્લી વાર આમિર ખાનની ફિલ્મ ઠગ્સ ઓફ હિન્દુસ્તાનમાં જોવા મળી હતી. એ ફિલ્મથી ઘણી આશા હતી પરંતુ તે ફ્લોપ રહી. કેટરિના હવે સલમાન સાથે ભારતમાં જોવા મળશે. જે 5 જૂને રિલીઝ થશે.

Read Also

Related posts

શું તમારી પણ ઓછી ઉંચાઈ ઓછી? તો ચિંતા ન કરો, લગ્ન કરવા માટે છો બેસ્ટ

Ankita Trada

કોરોનાકાળમાં આ 4 જગ્યાએ રોકાણ કરશો, તો મળશે 7 ટકા સુધીનું વ્યાજ

Mansi Patel

દેશમાં કોરોના સંક્રમણ 55 લાખ અને એક્ટિવ કેસ 10 લાખને પાર, 88 હજારથી વધુ લોકો હારી ગયા જિંદગી

Karan
Do NOT follow this link or you will be banned from the site!