રણબીર સાથે બ્રેકઅપ બાદ કેટરિનાના છે આવા હાલ, નથી મળી રહ્યો મિસ્ટર પરફેક્ટ

રણબીર કપૂર સાથેના બ્રેકઅપ બાદ કેટરિના સિંગલ છે. કહેવા માટે તો તેને સલમાન ખાનનો સહારો છે, પરંતુ સલમાન હોવા છતાં તેની રિલેશનશિપ સ્ટેટસ સિંગલ જ છે.લાખ પ્રયાસો બાદ પણ કેટરિનાને તેનો મિસ્ટર રાઇટ નથી મળી રહ્યો.

કેટરિના સાથેના બ્રેકઅપના એક વરસ પછી જ રણબીરની જિંદગીમાં આલિયા ભટ્ટ આવી ગઇ, પરંતુ કેટરિના સિંગલ જ રહી ગઇ. કહેવાય છે કે, સલમા ન સાથેના પોતાના સંબંધને ફરી સ્થાપિત કરવા કેટરિનાએ ઘણા પ્રયાસ કર્યા છે. પરંતુ સલમાનની હાલની ગર્લફ્રેન્ડ લૂલિયા વન્તુર સામે  કેટરિના નિષ્ફળ જઇ રહી છે.

એક વધુ ખબર એવી પણ છે કે, આ વરસે સલમાન ખાન વેલનટાઇન ડે લૂલિયા વન્તુર સાથે ઊજવવાનો છે. એટલે કે લૂલિયા માટે સલમાન કેટરિનાને વેલનટાઇન્સ ડે પર એકલી છોડી જેવાનો છે.

 સલમાન લૂલિયા સાથે હોય છે ત્યારે કેટરિના એકલી પડી જાય છે. કહેવાય છે કે,તે પોતાની સિંગલ સ્ટેટસથી હવે કંટાળી ગઇ છે. તેને પણ પોતાની લાઇફમાં એક સ્ટેબલ પાર્ટનર જોઇએ છે, પરંતુ હજી સુધી કોઇ તેને મળ્યો નથી. 

એક ચર્ચા એવી પણ છે  કે, કેટરિનાના સલમાન સાથેના ખાસ સંબંધોને  કારણે  જ તેને કોઇ અભિનેતાની હૂંફ સાંપડી રહી નથી. તેવી ચર્ચા બોલીવૂડમાં છે. કેટરિના સાથે સંબંધ રાખવાનો મતલબ સલમાનને નારાજ કરવાનો છે, તેથી કેટરિનાથી લોકો જોજન દૂર રહે છે. 

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter