GSTV
Home » News » સલમાન ખાન માટે કેટરિનાએ આ ફિલ્મ છોડી દીધી, હવે રેમો શોધશે નવી હિરોઈન

સલમાન ખાન માટે કેટરિનાએ આ ફિલ્મ છોડી દીધી, હવે રેમો શોધશે નવી હિરોઈન

કેટરિના કૈફ અને વરુણ ધવન રૂપેરી પડદે સાથે દેખાય તે જાણીને લોકોને ખુશી થઇ હતી. જોકે હવે મળેલી બાતમી અનુસાર કેટરિના આ ફિલ્મમાંથી નીકળી ગઇ છે. રેમો ડિસોઝાની ડાન્સ પર આધારિત ફિલ્મ આ ફિલ્મડાન્સ પરની સૌથી બહેતરીન અને અલગ બનાવાની છે. આ ફિલ્મની વધુ જાણકારીની લોકોને આતુરતા હતી, તેવામાં નિરાશાજનક સમાચાર આવ્યા છે. જોકે નિર્માતાએ જલદી જ અન્ય હિરોઇનના નામની ઘોષણાની વાત કરી છે.  તેને ડાન્સ ફિલ્મ છોડી દેવી પડી છે.

અતિવ્યસ્ત શેડયૂલને કારણે તેને તારીખોની સમસ્યા આવી પડી

ભારત ફિલ્મના અતિવ્યસ્ત શેડયૂલને કારણે તેને તારીખોની સમસ્યા આવી પડી છે. કેટરિના વ્યવસાયિક ધોરણમાં માને છે. તેની ડાન્સ ફિલ્મની તારીખો ભારત ફિલ્મ સાથે ક્લેશ થઇ રહી હોવાથી તેના માટે ડાન્સ ફિલ્મમાં કામ કરવું શક્ય નથી, તેમ તેના પ્રવકતાએ જણાવ્યું હતું.  ફિલ્મના નિર્માતા ભૂષણ કુમારે પણ આ વાતને સમર્થન આપ્યું હતું. તે ભારત અને રેમોની ડાન્સ ફિલ્મ બન્નેના નિર્માતા છે.

ભારતનું શૂટિંગ કરી રહી છે, જે થોડું લંબાઇ તેવી શક્યતા

 તેણે જણાવ્યું હતું કે, કેટરિના આ ફિલ્મમાંથી નીકળી ગઇ છે. હાલ તે ભારતનું શૂટિંગ કરી રહી છે, જે થોડું લંબાઇ તેવી શક્યતા છે, તેથી તેનો આ નિર્ણય પરિપકવ છે. જોકે તે આ ફિલ્મમાં કામ કરે તેવી અમારી પણ બહુ ઇચ્છા હતી. વરુણ આ પ્રોજેક્ટનો હિસ્સો છે. અમે આ ફિલ્મનું શૂટિંગ જાન્યુઆરીની ૨૨ થી શરૂ કરવાના છે.

Related posts

ગર્ભાવસ્થા સમયે સ્ત્રીનું આટલી વાતોમાં રાખો ખાસ ધ્યાન

Arohi

શાજિયા ઈલ્મી સામે પાકિસ્તાની સમર્થકોએ લગાવ્યા નારા તો સામે શાજીયાએ બોલાવી ભારત માતા કી જય

Mayur

હવે JNUનું નામ બદલી MNU કરી નાખો : હંસરાજ

Mayur
Do NOT follow this link or you will be banned from the site!