GSTV
Home » News » કન્ફર્મ: અક્ષય કુમારની ‘સૂર્યવંશી ગર્લ’ બનશે આ એક્ટ્રેસ, 9 વર્ષ બાદ ફરી ધમાલ મચાવશે આ સુપરહિટ જોડી

કન્ફર્મ: અક્ષય કુમારની ‘સૂર્યવંશી ગર્લ’ બનશે આ એક્ટ્રેસ, 9 વર્ષ બાદ ફરી ધમાલ મચાવશે આ સુપરહિટ જોડી

Suryavanshi katrina

મોખરાના એક્શન કમ કોમેડી સ્ટાર અક્ષય કુમાર સાથે નવ વર્ષના ગાળા બાદ ફરી એકવાર મોખરાની અભિનેત્રી કેટરિના કૈફ ચમકશે એવી માહિતી મળી હતી.અત્યાર અગાઉ આ બંને કલાકારોએે વિપુલ અમૃતલાલ શાહની ફિલ્મ નમસ્તે લંડન સાથે કરી હતી. એમાં કેટરિનાએ લંડનથી આવતી અને પંજાબના એેક ગામડિયા જેવા લાગતા યુવાન (અક્ષય કુમાર) જોડે જોડી બનાવી હતી. ફિલ્મ હિટ નીવડી હતી.

આ ઉપરાંત કેટરિના અને અક્ષય કુમારે સિંઘ ઇઝ કિંગ ફિલ્મ પણ સાથે કરી હતી. એ પણ હિટ નીવડી હતી. હવે કેટરિનાને સૂર્યવંશીના સર્જક રોહિત શેટ્ટીએ અક્ષય કુમારની પત્નીના રોલ માટે પસંદ કરી હતી.

અગાઉ રોહિત સાથે અજય દેવગણ અને રણવીર સિંઘે પોલીસ ઑફિસરનો રોલ કર્યો હતો. સૂર્યવંશીમાં અક્ષય કુમાર પોલીસ અધિકારીનો રોલ કરશે.

રોહિત શેટ્ટીના પ્રવક્તાએ કહ્યું હતું કે આ વાત સાચી છે. અમે સૂર્યવંશી માટે કેટરિનાનો સંપર્ક સાધ્યો હતો અને હાલ રોહિત સર સાથેની કેટરિનાની વાતો ફાઇનલ સ્ટેજમાં છે. એ અક્ષય કુમારની પત્નીના રોલ માટે પસંદ થઇ હતી.

Read Also

Related posts

અફેરનાં શકમાં પત્નિએ ચેક કર્યો પતિનો મોબાઈલ, કોર્ટે ફટકાર્યો દંડ

Path Shah

ભારે વરસાદને પગલે સિંહો અકળાયા, રહેઠાણ શોધવા આવ્યા જંગલની બહાર

Path Shah

સ્વચ્છ અને સુરક્ષિત ઉર્જા માટે તરસી રહેલી દુનિયા, ચંદ્રયાન-2 મિશન આશાનું નવું કિરણ

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!