‘દેશભરમાં થઇ જશે ચક્કાજામ’, શાહરૂખ ખાને શા માટે કર્યુ આવું એલાન?

શાહરૂખ ખાનની ફિલ્મ ‘ઝીરો’નું ટ્રેલર રીલીઝ થયાં બાદ કિંગ ખાન અને અનુષ્કા શર્માના અભિનયની ચારેકોર ચર્ચા છે. પરંતુ આ ફિલ્મમાં કેટરિના કૈફની અદાઓનું ગ્લેમર પણ છે. તેનો પુરાવો સોમવારે રિલિઝ થયેલું ટીઝર છે. શાહરૂખ ખાને ફિલ્મનું ટીઝર શેર કરતાં કેટરિનાના કિરદારને ખાસ અંદાજમાં રજૂ કર્યુ છે.

ટ્વિટર પર શાહરૂખે લખ્યું કે, ‘પૂરે દેશમે ચક્કાજામ લગ જાયેગા, જબ બબિતા કુમારી કા હુસન પરચમ લહેરાયેગા. આને જા રહા હૈ 12 ડિસેમ્બર કો ફિલ્મ કા શાનદાર ગાના ‘

આ સૉન્ગમાં કેટરિના કૈફનો રોલ ગ્લેમરસ લુકમાં જોવા મળી રહ્યો છે. મિનિ સ્કર્ટ-ટૉપમાં કેટરિના કર્લી હેરમાં ખૂબસુરત લાગી રહી છે. કેટરિના તેની પહેલા ઠગ્સ ઑફ હિન્દોસ્તાનમાં સુરૈયાના રોલમાં જોવા મળી હતી. ફિલ્મમાં કેટરિનાના ડાન્સ સ્ટેપ્સની ખૂબ જ પ્રશંસા થઇ હતી.

બોલીવુડના કિંગ ખાન શાહરૂખ ખાનની મોસ્ટ અવેઇટેડ ફિલ્મ ‘ઝીરો’ ડિસેમ્બરમાં રિલીઝ થવાની છે.ફિલ્મ મેકર્સ હાલમાં ફિલ્મના પ્રમોશનને લઈને ખૂબ જ વ્યસ્ત દેખાઈ રહ્યા છે.શાહરુખ, અનુષ્કા અને કેટરીના કૈફ સ્ટારર ‘ઝીરો’ને લઇને દર્શકોમાં ભારે ઉત્સાહ છે. આ ફિલ્મનું ટ્રેલર થોડા દિવસો પહેલા જ રિલીઝ કરવામાં આવ્યું છે અને આ ટ્રેલર સિનેપ્રેમિયોને ખૂબ પસંદ આવ્યું છે. ટ્રેલર જોઈને દર્શકોનો ઉત્સાહ ફિલ્મ માટે અને વધી ગયો છે.

તાજેતરમાં જ ફિલ્મના મેકકર્સે તેનું પહેલું ગીત ‘મેરે નામ તુ’ રિલીઝ કર્યું છે. આ એક અત્યંત રોમેન્ટિક ગીત છે જે શાહરૂખ ખાન અને અનૂશ્કાઅનુષ્કા શર્મા પર ફિલ્માયામા આવ્યું છે. આમાં તમે પ્રેમ માં પડેલ બઉઆ સિંહ, અનુષ્કા શર્માની પ્રતિ તેમનો પ્રેમ સંપૂર્ણ દુનિયાની સામે વ્યક્ત કરી રહ્યા છે.

આ ગીતને જોઈને તમે સમજી શકો કે શાહરુખ ને કિંગ ઓફ રોમન્સ કેમ કહેવાય છે. જણાવી દઈએ કે આ ફિલ્મમાં શ્રીદેવી, રાની મુખર્જી, કાજોલ, આલિયા ભટ્ટ, અભય દેઓલ, આર. માધવન અને દીપિકા પદુકોણ સહિત અનેક કલાકારોએ ખાસ અપીયરેંસ પણ આપ્યો છે. આ ફિલ્મ 21 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થશે.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter