GSTV
Bollywood Entertainment Trending

રણબીર-આલિયાના લગ્નમાં નથી જવા માગતી કેટરિના કેફ, જણાવ્યું આ ખાસ કારણ

કેટરિના કેફ અત્યારે તેની ફિલ્મ ભારતને લઈને ચર્ચામાં છે. ફિલ્મમાં તેની એક્ટિંગના વખાણ થવા લાગ્યા છે. કેટરિના ખરાબ સમયમાંથી બહાર આવી છે. તે રણબીર સાથેના બ્રેકઅપથી ઘણી તૂટી ગઈ હતી. કેટરિના નેહા ધૂપિયાના શોમાં જોવા મળી હતી અને તેણે દિલ ખોલીને વાતો કરી હતી.

કેટરિનાનો એક્સ બોયફ્રેન્ડ રણબીર કપૂર અને આલિયા ભટ્ટ જલદી લગ્ન કરે તેવી ચર્ચા થવા લાગી છે. એક બાજુ મલાઈકા અરોરા અને અર્જુન કપૂર પણ લગ્ન કરે તેવી વાતો બોલિવૂડમાં ફેલાઈ રહી છે. આ ચેટ શોમાં જ્યારે કેટરિનાને પૂછવામાં આવ્યું કે તે બંનેમાંથી કોના લગ્નમાં જવાનું પસંદ કરશે ત્યારે તેણે બધાને આશ્ચર્યમાં નાખી દે તેવી વાત કરી હતી.

તે અર્જુન અને મલાઈકાના લગ્નમાં જવાનું પસંદ કરશે, કારણ પૂછ્યું તો કહ્યું કે તે અર્જુનને રાખડી બાંધે છે. માટે તેમના લગ્નમાં જશે. કેટરિનાએ આગળ કહ્યું કે તે લાંબા સમયથી અર્જુનને ઓળખે છે. એક વાર મેં તેને પૂછ્યું કે હું તને રાખડી બાંધું તો તેણે ના પાડી પણ મેં તરત તેનો હાથ પકડી લીધો અને રાખડી બાંધી.

એ સમયે મારું સોન્ગ ચીકની ચમેલી રિલીઝ થયું તો અર્જુને બહુ દુખ થયું હતું. કેટરિનાના કામની વાત કરીએ તો ભારત ફિલ્મની સફળતાને એન્જોય કરી રહી છે. એ ઉપરાંત અક્ષય કુમારની ફિલ્મ સૂર્યવંશીમાં જોવા મળશે. તેની આ ફિલ્મનું શૂટિંગ શરૂ થઈ ગયું છે.

Read Also

Related posts

સાઉથની વધુ એક ફિલ્મનો બોક્સ ઓફિસ પર તરખાટ, ‘પોન્નિયિન સેલ્વન’નુ બે દિવસનુ કલેક્શન 150 કરોડ

GSTV Web Desk

Ind Vs SA / ભારતે બીજી મેચમાં પણ આફ્રિકાને ચટાડી ધૂળ, ટી-20 સીરીઝ પર જમાવ્યો કબ્જો

Hardik Hingu

ભારત જોડો યાત્રા / ભારે વરસાદ વચ્ચે પણ રાહુલ ગાંધીનું ભાષણ જારી, અમને કોઈ નહીં રોકી શકે

Hardik Hingu
GSTV